ચીન સાથે સંબંધો સુધરતાં ફિલ્મ અટવાઈ ગઈ સલમાનની માતૃભૂમિને હજુ મંજૂરી નહિ, રીલિઝ અંગે અનિશ્ચિતતા ફિલ્મમાં ચીન વિરોધી અનેક ઉલ્લેખો પર કાતર ફેરવાઈ છે. જાેકે, તેમ છતાં પણ હજુ કેન્દ્ર સરકાર દ્વારા આ ફિલ્મને લીલી ઝંડી દેખાડાઈ નથી
સલમાન ખાનની ‘માતૃભૂમિ‘ આવતા અઠવાડિયે સેન્સર બોર્ડના અધિકારીઓને દર્શાવવામાં આવશે તેવા અહેવાલો પાયાવિહોણાં પુરવાર થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ સેન્સર બોર્ડમાં જ અટવાઇને પડેલી છે. ચીન સાથે સંબંધો સુધર્યા બાદ હવે આ ફિલ્મનું ભાવિ અનિશ્ચિત બની ગયું છે.૨૦૨૦માં ભારત અને ચીન વચ્ચે ગલવાનમાં થયેલી લડાઇ પર આ ફિલ્મ આધારીત છે. પહેલાં તેનું નામ ‘બેટલ ઓફ ગલવાન’ રાખવામાં આવ્યું હતું જાેકે, આ નામથી ચીન છંછેડાય તેમ હોવાથી ભારે દબાણ બાદ તેનું નામ બદલીને ‘માતૃભૂમિ‘ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ચીન વિરોધી અનેક ઉલ્લેખો પર કાતર ફેરવાઈ છે. જાેકે, તેમ છતાં પણ હજુ કેન્દ્ર સરકાર દ્વારા આ ફિલ્મને લીલી ઝંડી દેખાડાઈ નથી.ફિલ્મ આ વર્ષે જ અગાઉ રજૂ થઈ જવાની હતી. પરંતુ, હવે સેન્સરમાં કોકડું ગૂંચવાયું છે અને આગામી મહિનાઓનું ભરચક કેલેન્ડર જાેતાં આ વર્ષે ફિલ્મની રજૂઆત અંગે અનિશ્ચિતતા સેવાય છે.ભૌગોલિક નકશા તપાસો




