‘ધુરંધર’ અને ‘ચૌહાણ’માં જૂના ગીતોના ઉપયોગ અંગે સમીરે વધુ આકરી ટીકા કર ‘મ્યુઝિકને બેકગ્રાઉન્ડમાં નાખીને સત્યાનાશ કરી દીધો’ : ગીતકાર સમીર બોલિવૂડના વર્તમાન મ્યુઝિક ટ્રેન્ડ મુજબ ‘ધૂરંધર’ અને ‘ચૌહાણ’ સહિતની ફિલ્મોમાં જૂનાં ગીતોના ઉપયોગ પર સમીરની નારાજગી બોલિવૂડમાં જૂના ગીતોના રિમિક્સ અને રિક્રિએશનનો ટ્રેન્ડ વર્ષાેથી જાેવા મળી રહ્યો છે. જાેકે, ગીતકાર સમીરે હવે ફિલ્મોમાં જૂના ગીતોના ઉપયોગની રીત અને હિન્દી ફિલ્મ મ્યુઝિકની વર્તમાન સ્થિતિ અંગે નારાજગી વ્યક્ત કરી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે જૂના અને નવા સર્જકોના અનુભવનું યોગ્ય સંયોજન કરવામાં આવે તો ફિલ્મ મ્યુઝિકને તેનો લાભ મળી શકે છે.સમીરે કહ્યું, “જે સારી વસ્તુ હોય છે, એ જ લાંબા સમય સુધી ચાલે છે. એટલે ૧૦૦ વર્ષ પછી પણ જૂનાં ગીતો સાંભળનારા લોકો હશે.” તેમણે એક પ્રોડ્યુસર સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેની કંપનીમાં છેલ્લા ૫-૬ વર્ષથી માત્ર યુવા લોકોને કામે રાખવામાં આવ્યા છે. સમીરે સવાલ કર્યાે કે એક સમયે આ જ કંપની દર વર્ષે ૧૦ સુપરહિટ આલ્બમ આપતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષાેમાં એવું કેમ નથી બન્યું?તેમના મતે અનુભવી અને યુવા સર્જકો સાથે કામ કરે તો નવા પ્રયોગો થઈ શકે. તેમણે સચિન-જિગર સાથે ‘ફાલતુ’ (૨૦૧૧)માં કામ કરીને ‘આલ્તુ જલાલ્તુ’ અને ‘ચાર બજે ગયે લેકિન પાર્ટી અભી બાકી હૈ’ જેવા ગીતો આપ્યાનો ઉલ્લેખ કર્યાે.સમીરે વર્તમાન ગીતોની એકસરખી સાઉન્ડ અંગેકહ્યું કે વૈવિધ્યના અભાવે ગાયક અરિજિત સિંહ પણ કંટાળી ગયા અને ઇન્ડસ્ટ્રી છોડી દીધી હોવી જાેઈએ. ‘ધુરંધર’ અને ‘ચૌહાણ’માં જૂના ગીતોના ઉપયોગ અંગે સમીરે વધુ આકરી ટીકા કરી. તેમણે કહ્યું, “‘ધુરંધર’એ તો વધુ સત્યાનાશ કરી દીધો. તેમણે મ્યુઝિકને ઉઠાવીને બેકગ્રાઉન્ડમાં નાખી દીધું.” ‘ચૌહાણ’ના ટીઝરમાં ‘જુમ્મા ચુમ્મા’ બેકગ્રાઉન્ડમાં વાગતું હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે સવાલ કર્યાે કે સ્ક્રીન પર એક્શન ચાલી રહ્યું હોય ત્યારે ગીતનું મહત્ત્વ ક્યાંથી રહે છે.‘ધુરંધર ધ રિવેન્જ’માં પોતાના ગીત ‘હમ પ્યાર કરને વાલે, દુનિયા સે ના ડરને વાલે’ના રિક્રિએશન અંગે પણ તેમણે કહ્યું કે સ્ક્રીન પર ગોળીઓ ચાલી રહી હોય ત્યારે ગીત ક્યાં છે તે સમજાતું નથી. સમીરે ઉમેર્યું કે હવે આ પ્રકારની પ્રથાઓ રોકવાની સ્થિતિમાં તેઓ નથી.સમીરે આદિત્ય ચોપરા, કરણ જાેહર અને સાજિદ નડિયાદવાલા જેવા મોટા બેનરો અગાઉ સારા ગીતોને પ્રોત્સાહન આપતા હોવાનો ઉલ્લેખ કરીને સવાલ કર્યાે, “આ લોકોને શું થઈ ગયું?”




