એન્ટિલિયામાં ગણેશોત્સવનું આયોજન અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ટ્રમ્પની પુત્રી ટિફનીનો દેશી અવતાર આ પ્રસંગે કેટરિના કૈફ, વિકી કૌશલ, કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર સહિતના સ્ટાર્સ હાજર રહ્યા
અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયામાં આયોજિત ગણેશોત્સવ અનેક કારણોસર યાદગાર રહ્યો હતો. આ ઉજવણીમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો પોતાના બેસ્ટ ફેસ્ટિવ આઉટફિટ્સમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે કેટરિના કૈફ, વિકી કૌશલ, કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતના સ્ટાર્સ હાજર રહ્યા, પરંતુ આ બધાની વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પની હાજરી સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
મુંબઈની મુલાકાતે આવેલી ટિફની ટ્રમ્પે અંબાણી પરિવારના ગણેશોત્સવમાં હાજરી આપી હતી, જેના માટે તેણે પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો ડિઝાઈનર લુક પસંદ કર્યો હતો. આ દરમિયાન ટિફનીએ તેના ખાસ ડિઝાઈનર ડ્રેસની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. તેણે પેસ્ટલ પિસ્તા-ગ્રીન લહેંગા પહેર્યો હતો, જેની સાથે બ્લશ-કોરલ પિંક દુપટ્ટો પેર કર્યો હતો. જાે લહેંગાનું બારીકાઈથી નિરીક્ષણ કરીએ તો તેમાં નીચેના ભાગમાં થ્રેડ વર્ક, મોતી અને ફ્લોરલ મોટિફ્સનું સુંદર વર્ક હતું.
હેવી કે સોલિડ બોર્ડરના બદલે તેની બોર્ડર પર ક્યુટ સ્કેલપ્ડ ફિનિશ સાથે ફ્લોરલ એમ્બ્રોઇડરી અને પર્લ ડિટેલિંગ હતું.
લહેંગા સાથેની ચોલીમાં સ્વીટહાર્ટ નેકલાઇન અને શોર્ટ સ્લીવ્ઝ હતી, જેના પર પર્લ્સ, ક્રિસ્ટલ્સ અને એમ્બ્રોઇડરીની લેટિસ-લાઇક (જાળીદાર) પેટર્ન હતી.
ચોલીની નેકલાઇન પર આઇવરી એમ્બેલિશમેન્ટનું એવું લેયરિંગ હતું, જે ઘરેણાં વગર પણ નેકલેસ જેવો જ ભવ્ય લુક આપતું હતું.
આ લુકને કમ્પ્લીટ કરવા ટિફનીએ પોલ્કી જ્વેલરી સેટ કેરી કર્યો હતો. જેમાં હેવી નેકલેસ, ઝુમ્મર શૈલીના ઇયરિંગ્સ અને માંગ ટીકાનો સમાવેશ થતો હતો. પેસ્ટલ શેડના આઉટફિટ સાથે આ ટ્રેડિશનલ જ્વેલરીએ તેના લુકમાં રોયલ ગ્લેમર ઉમેર્યું હતું.
ટિફનીનો મેકઅપ સોફ્ટ ગ્લેમ શૈલીનો હતો. ગ્લોઇંગ સ્કિન, સુરેખ આઇબ્રો અને બ્લેક આઇલાઇનર સાથે આંખોને સોફ્ટ સ્મોકી લુક અપાયો હતો. આ ઉપરાંત મસ્કરાના થિક કોટથી આંખોને હાઇલાઇટ કરાઇ હતી. વાર્મ બ્લશ અને ન્યૂડ-પિંક લિપસ્ટિક સાથે તેણે પોતાનો ઇન્ડિયન લુક પૂરો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ટિફની ટ્રમ્પ અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની બીજી પત્ની માર્લા મેપલ્સનું એકમાત્ર સંતાન છે. ભારત મુલાકાત દરમિયાન ટિફની સાથે તેના માતા માર્લા, પતિ માઇકલ બોલોસ અને પુત્ર એલેક્ઝાન્ડર પણ હતા.




