યુએસ સંસદમાં પાસ થયો કાયદો! ટ્રમ્પના હાથમાં આવ્યું મોટું હથિયાર: ભારત-ચીન પર લાગશે ૧૦૦% ટેરિફ? હાઉસની મંજૂરી બાદ બિલ હવે વ્હાઇટ હાઉસ પહોંચશે. અગાઉ સેનેટે પણ આ કાયદાને ભારે બહુમતીથી મંજૂરી આપી હતી
અમેરિકામાં રશિયા વિરુદ્ધ વધુ કડક આર્થિક પગલાં ભરવાનો માર્ગ ખુલ્યો છે. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ‘લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ ૨૦૨૬’ને ૨૬૨-૧૫૯ મતથી મંજૂરી આપી છે. આ બિલ હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે જશે. કાયદો બન્યા બાદ ટ્રમ્પને રશિયન તેલ અને ગેસ ખરીદતા કેટલાક દેશો પર ૧૦૦ ટકા સુધીનો ટેરિફ લાદવાની સત્તા મળી શકે છે. ભારત અને ચીન રશિયન ઊર્જાના મોટા ખરીદદારો હોવાથી આ જાેગવાઈ બંને દેશો માટે મહત્વપૂર્ણ બની શકે છે.આ બિલનો મુખ્ય હેતુ રશિયાની ઊર્જા અને અન્ય આર્થિક આવક પર દબાણ વધારવાનો છે. કાયદો બન્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિને રશિયન ક્રૂડ ઓઈલ અથવા કુદરતી ગેસની ખરીદી કરતા દેશો સામે વધારાના ટેરિફ લાદવાની સત્તા મળશે. અહેવાલો અનુસાર આ ટેરિફ ૧૦૦ ટકા સુધી હોઈ શકે છે. જાેકે, અહીં એક મહત્વની વાત એ છે કે બિલ પસાર થવાથી ભારત અથવા ચીન પર તરત જ ૧૦૦ ટકા ટેરિફ લાગુ થતો નથી. કાયદો રાષ્ટ્રપતિને આવી કાર્યવાહી કરવાની સત્તા આપે છે; તેનો ઉપયોગ કરવો કે નહીં તે ર્નિણય બાદમાં લેવામાં આવશે.ભારત માટે કેમ મહત્વનું છે?ભારત રશિયન ક્રૂડ ઓઈલના મોટા ખરીદદારોમાં સામેલ છે. તેથી જાે અમેરિકી રાષ્ટ્રપતિ આ સત્તાનો ઉપયોગ કરે તો અમેરિકામાં નિકાસ કરતા ભારતીય ઉત્પાદનો પર વધારાના ટેરિફની અસર થઈ શકે છે. અમેરિકાના આ પગલાનો હેતુ રશિયા પાસેથી ઊર્જા ખરીદતા દેશોને પોતાની આયાત નીતિ અંગે વિચારવા માટે આર્થિક દબાણ આપવાનો છે.
ભારત માટે મુદ્દો ખાસ મહત્વનો છે કારણ કે રશિયન ક્રૂડ ભારતીય ઊર્જા આયાતના એક મહત્વપૂર્ણ સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. જાેકે, વાસ્તવિક અસર ટ્રમ્પ સરકાર કાયદાની સત્તાનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના પર ર્નિભર રહેશે.અમેરિકી કાયદામાં રશિયન ઊર્જાના મોટા ખરીદદારોને ધ્યાનમાં રાખીને ટેરિફની જાેગવાઈ કરવામાં આવી છે. અહેવાલોમાં ભારત અને ચીન બંનેને સંભવિત રીતે અસરગ્રસ્ત દેશો તરીકે દર્શાવવામાં આવ્યા છે. બિલને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કોની આવક પર દબાણ વધારવાના વ્યાપક પ્રયાસના ભાગરૂપે જાેવામાં આવી રહ્યું છે. બિલને હાઉસમાં ૨૬૨-૧૫૯ મત મળ્યા હતા, જેમાં બંને પક્ષોના કેટલાક સાંસદોએ સમર્થન આપ્યું હતું. જાેકે, કેટલાક ડેમોક્રેટ સાંસદોએ રાષ્ટ્રપતિને મળતી વ્યાપક ટેરિફ સત્તા અંગે વાંધો વ્યક્ત કર્યાે હતો.હાઉસની મંજૂરી બાદ બિલ હવે વ્હાઇટ હાઉસ પહોંચશે. અગાઉ સેનેટે પણ આ કાયદાને ભારે બહુમતીથી મંજૂરી આપી હતી. હવે ટ્રમ્પ હસ્તાક્ષર કરે તો આ બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે અને ત્યારબાદ તેમાં આપવામાં આવેલી ટેરિફ સત્તાનો ઉપયોગ કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. એટલે હાલની સ્થિતિને ‘ભારત પર ૧૦૦ ટકા ટેરિફ લાગી ગયો’ તરીકે જાેવી યોગ્ય નથી. હાલ કાયદો ટ્રમ્પને મહત્તમ ૧૦૦ ટકા સુધીનો ટેરિફ લાદવાની સત્તા આપવાનો માર્ગ ખોલે છે. ભારત પર ખરેખર કેટલો ટેરિફ લાગશે કે લાગશે પણ કે નહીં, તે આગામી અમેરિકી ર્નિણય પર ર્નિભર રહેશે.




