ભારત સહિતના દેશો પર ૧૦૦% ટેરિફની તૈયારી! ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદા પર કર્યા હસ્તાક્ષર આ કાયદો ખાસ કરીને રશિયન ઊર્જાના સૌથી મોટા ખરીદદારોને લક્ષ્યમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઇરાન પર પ્રતિબંધો વધુ આકરા બનાવતા એક મહત્ત્વપૂર્ણ કાયદા પર હસ્તાક્ષર કરી દીધા છે. આ નવા કાયદા હેઠળ રશિયા પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદનારા દેશો, ખાસ કરીને ભારત અને ચીન પર ૧૦૦ ટકા સુધીનો ભારે ટેરિફ (આયાત શુલ્ક) લાદવાનો આત્યંતિક અધિકાર અમેરિકન પ્રમુખને પ્રાપ્ત થયો છે.વ્હાઇટ હાઉસ દ્વારા શુક્રવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘લિન્ડસે ઓ. ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઇરાન એક્ટ ઓફ ૨૦૨૬’ પર સહી કરી દીધી છે. બુધવારે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. આ કાયદા હેઠળ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો અને ટેરિફ લાદવાની સાથે ઇરાન પરના અગાઉના પ્રતિબંધોને પણ વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે.આ કાયદો ખાસ કરીને રશિયન ઊર્જાના સૌથી મોટા ખરીદદારોને લક્ષ્યમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જાે પ્રમુખ ટ્રમ્પ ભારત પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાનો આખરી ર્નિણય લે છે, તો અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનોની કિંમતોમાં જંગી વધારો થશે. આનાથી અમેરિકામાં નિકાસ કરતા ભારતીય વેપારીઓ અને નિકાસકારો પર ભારે આર્થિક દબાણ આવી શકે છે. કયા દેશ પર કેટલો ટેરિફ લાદવો તેનો આખરી ર્નિણય પ્રમુખ ટ્રમ્પ પોતે કરશે.સાઉથ કેરોલિનાના દિવંગત સેનેટર લિન્ડસે ગ્રેહામના નામ પરથી બનાવવામાં આવેલા આ કાયદાને તૈયાર કરવામાં એક વર્ષથી વધુ સમય લાગ્યો હતો. આ કાયદા હેઠળ માત્ર તેલ ખરીદનારા દેશો જ નહીં, પરંતુ રશિયન અધિકારીઓ, રશિયન બેંકો અને રશિયન તેલની હેરફેર કરતી ‘શેડો ફ્લીટ’ (ગુપ્ત ટેન્કરો) ને પણ સીધી રીતે નિશાન બનાવવામાં આવ્યા છે. ટૂંકમાં, અમેરિકાએ આ નવા કાયદા દ્વારા રશિયા અને ઇરાનની આર્થિક ઘેરાબંધી વધુ મજબૂત બનાવી દીધી છે.




