રવિવારથી દેખાવોની પીટીઆઇની જાહેરાતથી શરીફ સરકાર ગભરાઇ ઇસ્લામાબાદની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી ૨૦,૦૦૦થી વધુ પોલીસ તૈનાત : ઇમરાનની મુક્તિ માટેના દેખાવોને જમાતે ઇસ્લામી અને ખેડૂતોનો પણ ટેકો
જેલમાં બંધ પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિ માટે તેમના પક્ષ પાકિસ્તાન તેહરીકે ઇન્સાફ (પીટીઆઇ)નાં કાર્યકરો અને સમર્થકો ૨૭ સપ્ટેમ્બરથી ઇસ્લામાબાદમાં દેખાવો શરૂ કરવાના છે.જેના પગલે પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઇસ્લામાબાદની ઓછામાં ઓછા ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી કિલ્લેબંદી કરવામાં આવી છે.આ કન્ટેનરોને વેલ્ડિંગ કરી એકબીજા સાથે જાેડી દેવામાં આવ્યા છે. આ કન્ટેનરોની બહારની બાજુ કાંટાળી વાડ લગાવવામાં આવી છે. પાક. મીડિયા અનુસાર શહબાઝ શરીફ સરકાર અને તેમનું વહીવટી તંત્ર પીટીઆઇનાં દેખાવોની જાહેરાતથી ગભરાઇ ગયું છે.હોસ્પિટલોમાં વિશેષ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્લડ બેગની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પીટીઆઇનાં દેખાવોને જમાતે ઇસ્લામી અને ખેડૂત સંગઠનોએ પણ ટેકો આપવાની જાહેરાત કરી છે. વહીવટી તંત્રે પ્રસ્તાવિત માર્ચ અને દેખાવો અગાઉ રાજધાની ઇસ્લામાબાદમાં પ્રવેશ કરનારા મુખ્ય માર્ગાેને બંધ કરવાનું શરૂ કરી દીધું છે.પાક. મીડિયાનાં રિપોર્ટ અનુસાર ઇસ્લામાબાદનાં હોસ્પિટલોને સંભવિત માનવીય સંકટ અને મોટી સંખ્યામાં લોકોને ઘાયલ થવાની ઘટનાનો સામનો કરવા માટે તૈયાર રહેવાનાં ર્નિદેશ આપવામાં આવ્યા છે.હોસ્પિટલમાં બિન જરૂરી સર્જરી મોકૂફ રાખવામાં આવી છે અને સ્થિર તબિયત ધરાવતા દર્દીઓને રજા આપવામાં આવી રહી છે જેથી ઘાયલોનાં આવવા પર તેમના માટે જગ્યા કરી શકાય. ઇસ્લામાબાદની હોસ્પિટલોને ૧૦૦ બ્લડ બેગ રિઝર્વ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમામ એમ્બ્યુલન્સને ડ્રાઇવરો સાથે તૈયાર રહેવાનાં ર્નિદેશ આપવામાં આવ્યા છે.પંજાબ અને સિંધ પ્રાંતમાંથી ૨૦,૦૦૦ પોલીસ કર્મચારીઓને ઇસ્લામાબાદ બોલાવવામાં આવ્યા છે. જમાતે ઇસ્લામીએ ઇંધણનાં વધતા ભાવ સામે દેખાવો શરૂ કર્યા છે અને તેણે પીટીઆઇનાં દેખાવોને સમર્થન આપવાની જાહેરાત કરી છે.




