અક્ષય સાથે શ્રદ્ધાની બીજીવારની ટક્કર નિવારાઇ અક્ષય-શ્રદ્ધાની બોક્સ ઓફિસ ટક્કર ટળી, ઈઠાને મોકળું મેદાન અગાઉ આ જ તારીખોમાં રીલિઝ થનારી અજય દેવગણની રેન્જર પણ પાછળ ધકેલાઈ ચૂકી છે
શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઇઠા’ હવે ચોથી ડિસેમ્બરે રિલિઝ થશે ત્યારે તેની સાથે કોઇ ફિલ્મની બોક્સઓફિસ પર ટક્કર નહીં થાય. ‘છાવા’ ફેમ લક્ષ્મણ ઉતેકર દ્વારા ર્નિદેશિત ફિલ્મ ‘ઇઠા’માં શ્રદ્ધા કપૂરે મહારાષ્ટ્રની વિખ્યાત તમાશા કલાકાર વિઠાબાઇ નારાયણગાંવકરની ભૂમિકા ભજવી છે. લાંબા સમયથી ફિલ્મ ‘ઇઠા’ની રિલિઝ એક યા બીજા કારણસર ઠેલાઇ રહી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર અજય દેવગણની ફિલ્મ ‘રેન્જર’ જે ચોથી ડિસેમ્બરે રીલિઝ થવાની હતી તેને હવે ૨૦૨૭માં રીલિઝ કરવામાં આવશે. બીજી એક અક્ષય કુમાર વિદ્યા બાલન અને રાશિખન્નાની ફિલ્મ ચોથી ડિસેમ્બરે રિલિઝ થવાની હતી તેને પણ હવે નવેમ્બરમાં અથવા આવતાં વર્ષે ૨૦૨૭માં રિલિઝ કરવામાં આવશે.અગાઉ શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી ટુ’ અને અક્ષયકુમારની ‘ખેલ ખેલ મેં ‘બોક્સ ઓફિસ પર ટકરાઇ હતી. દર્શકોને ઇન્તેઝાર હતો કે શ્રદ્ધા અને અક્ષય કુમાર ફરી એકવાર ચોથી ડિસેમ્બરે ટકરાશે કે કેમ. પણ હવે અનીશ બાઝમી ર્નિદેશિત અક્ષય કુમારની ફિલ્મ વહેલી તૈયાર થાય તો નવેમ્બરમાં નહીં તો ૨૦૨૭માં રીલિઝ કરવામાં આવવાની હોઇ ‘ઇઠા’ને ચોથી ડિસેમ્બરે સોલો રિલિઝ મળશે.




