હૈવાન ફલોપ જતાં પ્રિયદર્શનને ભૂલ સમજાણી પ્રિયદર્શને કાન પકડયા, અક્ષય સાથે કોઈ સિરિયસ ફિલ્મ નહીં કરું અક્ષયકુમાર અને પ્રિયદર્શનનું કોલબરેશન કોમેડીમાં જ ચાલે છે, ભૂતબંગલાનું ભાવિ અંધકારમય ‘હૈવાન’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફલોપ જતાં તેના ર્નિદેશક પ્રિયદર્શને હવે કાન પકડયા છે કે તેઓ હવે અક્ષયકુમાર સાથે કદી ગંભીર ફિલ્મ બનાવશે નહીં. એક્ટર અક્ષય કુમાર અને ડાયરેક્ટર પ્રિયદર્શનની જાેડી કોમેડી ફિલ્મો માટે દર્શકોમાં જાણીતી છે.પ્રિયદર્શને જણાવ્યું હતું કે ‘હૈવાન’ની નિષ્ફળતાએ ફરી પુરવાર કર્યું છે કે અમે ગંભીર વિષય પર ફિલ્મ કરીએ તો તે દર્શકોને ગમતી નથી. પ્રિયદર્શન અને અક્ષયની આગામી ફિલ્મ ‘ભૂતબંગલા’માં હોરર કોમેડીનું મિશ્રણ છે. પરંતુ ‘હૈવાન’ ફલોપ જતાં ‘ભૂતબંગલા’નું ભાવિ પણ અંધકારમય લાગવા માંડયુ છે.અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જાેડીએ ‘હેરાફેરી’થી માંડી ‘ગરમ મસાલા’સુધી કમર્શિયલી સફળ કોમેડી ફિલ્મો આપી છે. આ કોમેડી ફિલ્મોને કારણે બંને જણાંની દર્શકોમાં એક ખાસ પ્રકારની ઓળખ બંધાઇ ગઇ હોવાથી દર્શકો કદાચ તેમને ગંભીર ફિલ્મોમાં જાેવા માંગતા નથી.‘ભૂત બંગલા’માં અક્ષય કુમાર ઉપરાંત તબુ, પરેશ રાવલ અને વામિકા ગબ્બીની મુખ્ય ભૂમિકાઓ છે.




