‘આ ફિલ્મનો કોઇ સામાન્ય રોલ નથી, આ ભગવાન રામના મુલ્યોને રજૂ કરવાની જવાબદારી છે’ : રણબીર રણબીરના ૪૪મા જન્મદિવસે ‘રામાયણ’નાં મેકર્સે જાહેર કર્યાે ૫ મિનિટનો બિહાઈન્ડ ધ સીન વીડિયો જાહેર કર્યા રણબીર કપૂરના ૪૪મા જન્મદિવસ નિમિત્તે રામાયણના મેકર્સે ફિલ્મના નિર્માણ અને ભગવાન રામના પાત્રમાં રણબીરના રૂપાંતરણની ઝલક આપતો ૫ મિનિટનો બિહાઈન્ડ ધ સીન વીડિયો જાહેર કર્યાે છે. નિતેશ તિવારી દિગ્દર્શિત આ બે ભાગની ફિલ્મને મોટા પાયે તૈયાર કરવામાં આવી રહી છે. વીડિયોમાં ફિલ્મનાં કલાકારો અને સર્જકો ફિલ્મ સાથે જાેડાયેલા અનુભવ અને રણબીરની ભૂમિકા માટેની તૈયારી વિશે વાત કરતાં જાેવા મળે છે.રણબીર કપૂર ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે. વીડિયોમાં તેણે આ પાત્ર અંગે પોતાના અભિગમ વિશે વાત કરી અને કહ્યું કે તેના માટે આ માત્ર ફિલ્મમાં મળેલો કોઈ સામાન્ય રોલ નથી, પરંતુ એક જવાબદારી છે. રણબીરના જણાવ્યા મુજબ, ભગવાન રામની સૌથી મોટી શક્તિ તેમનું ધનુષ નહીં, પરંતુ તેમની ક્ષમા કરવાની ક્ષમતા છે.રણબીરે કહ્યું, “આ કોઈ સામાન્ય પાત્ર નથી. એવું નથી કે મને એક ફિલ્મની ઓફર થઈ અને પાત્ર રસપ્રદ લાગ્યું. આ એક જવાબદારી છે.” આગળ તેણે પોતાની તૈયારી અંગે કહ્યું, “મારું કામ આ પાત્રને લાયક બનવાનું નહોતું. મારું કામ એ આસ્થા માટે લાયક બનવાનું હતું, જે લોકો આ કહાણીમાં રાખે છે.”ફિલ્મમાં સીતાની ભૂમિકા ભજવી રહેલી સાઈ પલ્લવીએ વીડિયોમાં રણબીરના લૂક વિશે વાત કરી હતી. તેણે બાળપણમાં ભગવાન રામની જે છબી જાેઈ હતી તેને યાદ કરતાં કહ્યું કે તે છબીમાં રામનું શરીર પાતળું હતું, માથું થોડું ઢળેલું હતું અને હાથમાં ધનુષ હતું. સીતાની પણ નાની અને નાજુક છબી તેના મનમાં હતી.સાઈએ કહ્યું કે સેટ પર જ્યારે તેણે રણબીરને ભગવાન રામના રૂપમાં જાેયો ત્યારે તેને પોતાનાં બાળપણમાં જાેયેલી એ જ છબી યાદ આવી અને તે અચંબિત થઈ ગઈ. દિગ્દર્શક નિતેશ તિવારીએ પણ ફિલ્મ માટે યોગ્ય કલાકારની પસંદગીના મહત્વ પર ભાર મૂક્યો. રામાયણ સાથે લોકોની આસ્થા અને ભાવનાત્મક જાેડાણ હોવાથી પાત્રોની પસંદગી અને તેમની રજૂઆત અંગે ખાસ કાળજી લેવામાં આવી હોવાનું વીડિયોમાં જાેવા મળે છે.બિહાઇન્ડ ધ સીન વીડિયોમાં રણબીરની એક્શન તૈયારીની ઝલક પણ આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય એક્શન ડિરેક્ટર ટેરી નોટરીએ તેને ફિલ્મનાં એક્શન સિક્વન્સ માટે તાલીમ આપી છે. ફિલ્મ માટે ભારત ઉપરાંત વિદેશના સ્ટન્ટ પ્રોફેશનલ્સને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.૧૯૮૭ની રામાનંદ સાગરની લોકપ્રિય ટીવી રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવી ચૂકેલા અરુણ ગોવિલે પણ વીડિયોમાં રણબીર વિશે વાત કરી હતી. તેમણે વર્તમાન પેઢીના કલાકારોમાં રણબીરને ભગવાન રામની ભૂમિકા માટે સૌથી નજીકના કલાકારોમાંનો એક ગણાવ્યો છે.રામાયણ બે ભાગમાં રજૂ થશે. ફિલ્મમાં રણબીર સાથે સાઈ પલ્લવી, યશ, સની દેઓલ, રવિ દુબે, અરુણ ગોવિલ, લારા દત્તા, રકુલ પ્રીત સિંહ, વિવેક ઓબેરોય અને કુણાલ કપૂર સહિતનાં કલાકારો છે.ફિલ્મનો પહેલો ભાગ દિવાળી ૨૦૨૬ દરમિયાન અને બીજાે ભાગ દિવાળી ૨૦૨૭ દરમિયાન વિશ્વભરમાં રિલીઝ થવાનો છે.




