( નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશભરમાં જ્યારે મોંઘવારીએ માઝા મુકી હોય અને જનતાને ઘરના બે છેડા ભેગા કરવા કમરતોડ મહેનત કરવી પડતી હોય એવા સમયે સામા તહેવારો એ કેન્દ્રની સરકારે જનતાને આપી છે કમરતોડ મોંઘવારીની ભેટ આ વણ જોઈતી ભેટમાં પહેલા અનાજ, તેલ, ખાંડ, ગોળ, કઠોળ પછી ઈએમઆઈ નો ચાર્જ અને હવે બાકી હતું તે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ઉપર રૂપિયા ૬૨.૫૦ પૈસા વધારી મરતાને મારવાનું પાપ કર્યું છે.
આમ પણ પ્રજા ૨૦૧૪ થી આજ સુધી રોજેરોજ નવા નવા ફતવા જેવા નિયમોથી એટલી તંગ આવી ગઈ છે ત્યારે આ મોંઘવારી નો વધારાનો માર હવે ક્યાં સુધી પ્રજા સહન કરશે ? એની (પ્રજાની) સહનશિલતાની પણ એક લિમીટ હોય છે. એને દિલ્હીની કેન્દ્ર સરકારમાં બેઠેલા એકહથ્થુ સત્તા ચલાવનારાઓએ ગંભીરતાથી સમજવું જોઇએ. નહિતર આવનારો સમય કદાચ પ્રજાનો આક્રોશ આખા દેશના ખૂણે ખૂણાનો આક્રોશ ના બની જાય એ પણ સવાલ છે. દિલ્હીમાં ૧૯ કીલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં વધેલા રૂપિયા ૬૨.૫૦ પૈસા સાથે નવો ભાવ ૧ લી ઓકટોબરથી રૂપિયા ૨૮૧૦.૦૦ થઈ ગયો છે. જ્યારે ઘરેલુ રસોઈ ગેસના ૧૪ કીલો ના બોટલમાં કોઈ ફેરફાર કરાયો નથી.
આ મોંઘવારી થી લોકોના બજેટ માં શિક્ષણ, સ્વાસ્થ્ય, ભાડાં અને દેવા વધ્યા, ગ્રામીણ જનતા પણ હવે ઈએમઆઈ ના ભરોસે, આર્થિક અસમાનતા વધી છે.જ્યારે એક રિપોર્ટ મુજબ ૪૮ ટકા ગ્રાહકોએ બિનજરૂરી વસ્તુઓની ખરીદી કરવાની ઘટાડી છે. દેશમાં આર્થિક અસમાનતા પણ વધી છે. એક તરફ વધુ આવકવાળા ગ્રાહકોની આર્થિક સ્થિતિ અને ખર્ચ કરવાની ક્ષમતા વધુ સારી થઈ છે, બીજી તરફ ઓછી આવકવાળા પરિવારો પર મોંઘવારીનું દબાણ વધ્યું છે. જે દેશની કારમી મોંઘવારી નો ચિતાર રજુ કરે છે.




