૭૫ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભારતની મહિલા રિકર્વ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો બંને ટીમે કુલ ૪૮ શૉટ ફટકાર્યા હતા જેમાંથી ફક્ત ૧૨ વખત ખેલાડીઓ ૧૦નો સ્કૉર કરી શક્યા હતા આજે એશિયન ગેમ્સ ૨૦૨૬ના ૧૪મા દિવસે ભારતે ૧૧મો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યાે. તીરંદાજીમાં મહિલા રિકર્વ ટીમે દક્ષિણ કોરિયાને ૫-૩થી હરાવીને ઇતિહાસ રચી દીધો. ભારત તરફથી કીર્તિ, કુમકુમ અને અંકિતાએ મુશ્કેલ સ્થિતિમાં સારી રમત દાખવતા આ જીત નોંધાવી હતી.એશિયન ગેમ્સના ૭૫ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભારતની મહિલા રિકર્વ ટીમે એશિયન ગેમ્સમાં કોઈ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યાે છે. આ મેચ શરૂઆતથી જ ટક્કરની રહી હતી. સ્થિતિ પણ અનુકુળ નહોતી. એટલા માટે બંને ટીમના ખેલાડીઓ માટે પરફેક્ટ ૧૦ નો સ્કૉર કરવો મુશ્કેલ હતો.બંને ટીમે કુલ ૪૮ શૉટ ફટકાર્યા હતા જેમાંથી ફક્ત ૧૨ વખત ખેલાડીઓ ૧૦નો સ્કૉર કરી શક્યા હતા. મુશ્કેલ સ્થિતિમાં બંને તરફથી ૭ અને ૮નો સ્કૉર પણ થયો હતો. પહેલા સેટમાં ભારત અને દક્ષિણ કોરિયા ૫૪-૫૪થી બરાબરી પર હતા. બીજા સેટમાં પણ બંને ટીમે ૫૬-૫૬ નો સ્કૉર કર્યાે હતો. જાેકે ત્રીજા સેટમાં ભારતે લીડ મેળવી અને ૫૫-૫૧થી જીતીને સેટ પોતાના નામે કર્યાે હતો. આ સાથે ૨ બહુમુલ્ય પોઇન્ટ પણ મળ્યા હતા. ત્યાં સધુી ભારતને ૪-૨ની લીડ મળી ગઈ હતી.છેલ્લા સેટમાં ભારતે ડ્રૉ રમવાની જરૂર હતી. ઉલ્લેખનીય છે કે તીરંદાજીમાં દક્ષિણ કોરિયા હંમેશા બાદશાહની જેમ રમ્યું છે. તેણે અત્યાર સુધી કુલ ૯૪ મેડલ પોતાના નામે કર્યા હતા.




