સંજય લીલા ભણશાળી માત્ર પ્રોડયૂસર રહેશે કરીના સાથેની ફિલ્મનું ખુદ સંજય લીલા ભણશાળી દિગ્દર્શન નહીં કરે ‘લવ એન્ડ વોર’ ફિલ્મનું કામ પુરું થયા બાદ આ પ્રોજેક્ટને નિર્માતા તરીકે હાથ ધરી પ્રિ-પ્રોડકશનનું કામ શરૂ કરશે
કરીના કપૂર અને સંજય લીલા ભણશાળી જે ફિલ્મ માટે સહકાર સાધી રહ્યા છે તેનું ર્નિદેશન આતિશ કાપડિયા કરશે. સંજય લીલા ભણશાળી તેમની ‘લવ એન્ડ વોર’ ફિલ્મનું કામ પુરું થયા બાદ આ પ્રોજેક્ટને નિર્માતા તરીકે હાથ ધરી પ્રિ-પ્રોડકશનનું કામ શરૂ કરશે.આમ વર્ષાે પછી કરીનાને સંજય લીલા ભણશાળીના બેનરમાં કામ તો મળ્યું છે પરંતુ તે સંજય લીલા ભણશાળીના દિગ્દર્શન હેઠળની ફિલ્મમાં કામ કરવાની નથી. આતિશ કાપડિયા ટીવી પર સફળ કોમેડી શો બનાવવા માટે જાણીતાં છે. તેમની ફિલ્મ ‘ખીચડી: ધ મૂવી’ પણ ૨૦૧૦માં આવી હતી. ‘સારાભાઇ વર્સીસ સારાભાઇ’ અને ‘બા બહુ ઔર બેબી’ નામના સફળ કોમેડી ટીવી શોનું લેખન-ર્નિદેશન આતિશ કાપડિયાના નામે બોલે છે. સંજય લીલા ભણશાળીએ પહેલીવાર શાહરૂખખાનની સાથે ‘દેવદાસ’માં કરીનાને ચમકાવવાની અને તે પછી ૨૦૧૩માં પણ કરીના કપૂર સાથે કામ કરવાની તૈયારી કરી હતી.૨૦૧૩માં ‘ગોલિંયો કી રાસલીલા-રામલીલા’માં પણ કરીના કપૂરને લેવા માટે તૈયારી કરવામાં આવી હતી પણ કોન્ટ્રેક્ટમાં અને શેડયુઅલમાં મતભેદો પડતાં છેલ્લી ઘડીએ આ ફિલ્મમાં કરીનાના સ્થાને લીલાની ભૂમિકામાં દીપિકા પદુકોણને લેવામાં આવી હતી.




