(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ સુરત મહાનગરપાલિકાના વિવિધ યુનિયનોના આગેવાનોએ સુરત સરકીટ હાઉસ ખાતે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબુદ કરવા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને પુરતુ વેતન ચુકવવા તથા યુનિયનોની ઓફિસોના તાળા તોડી કબજા લઈ લેવા અંગે સફાઇ કામદારો, બેલદારોના ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા કર્મચારીઓના વારસદારોને રહેમરાહે નોકરી આપવા તેમજ સુરત મહાનગરપાલિકામાં જુની દવાની સિસ્ટમ ચાલુ કરવા વિગેરે રજુઆતો યુનિયનના આગેવાનો દ્વારા કરવામાં આવેલ હતી જે રજુઆતો નાયબ મુખ્યમંત્રીએ શાંતિપૂર્વક સાંભળી સુરત મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને ઘટતુ કરવા જણાવેલ છે. માનનીય મુખ્યમંત્રીના લોકાભિમુખ અભિગમથી કર્મચારી આગેવાનોમાં આનંદની લાગણી ફેલાઈ છે.




