ફિલ્મમાં આયુષ્માન એક પાકિસ્તાની જાસૂસની ભૂમિકા ભજવે છે ‘ઉડતા તીર’ સાથે ફરી પોતાના વિશિષ્ટ ઝોનમાં પાછો ફર્યાે આયુષ્માન ખુરાના અલગ અને અજીબ લાગતા કન્સેપ્ટને હલકા-ફુલકા મનોરંજનમાં ફેરવવાની આયુષ્માનની ઓળખ ફરી જાેવા મળશે આયુષ્માન ખુરાનાની ફિલ્મોની ખાસિયત રહી છે કે એક વાક્યમાં સાંભળીએ તો વિચિત્ર લાગતો કન્સેપ્ટ પણ પડદા પર આવીને સરળ, રમુજી અને લાગણીસભર બની જાય છે. ‘ઉડતા તીર’ પણ આવી જ એક ફિલ્મ હોવાનું લાગી રહ્યું છે. ફિલ્મમાં આયુષ્માન એક પાકિસ્તાની જાસૂસની ભૂમિકા ભજવે છે, જે પોતાની યાદશક્તિ ગુમાવી દે છે અને ત્યાર બાદ પોતાની ઓળખ, વફાદારી અને આસપાસની પરિસ્થિતિને સમજવામાં ફસાઈ જાય છે. આ કથાને ગંભીર જાસૂસી કે જિયોપોલિટિકલ ડ્રામા બનાવવાને બદલે ફિલ્મમાં કોમેડી, એક્શન અને એબ્સર્ડ પરિસ્થિતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો કન્સેપ્ટ આયુષ્માનની અગાઉની ફિલ્મોની યાદ અપાવે છે.‘વિકી ડોનર’, ‘શુભ મંગલ સાવધાન’, ‘બધાઈ હો’, ‘બાલા’ અને ‘ડ્રીમ ગર્લ’ જેવી ફિલ્મોમાં પણ અસામાન્ય વિષયોને સામાન્ય દર્શકો સાથે જાેડવામાં આવ્યા હતા. તેના પાત્રો સામાન્ય રીતે સુપરહીરો નહીં, પરંતુ પોતાની અસુરક્ષા અને મુશ્કેલીઓ સાથે સંઘર્ષ કરતા સામાન્ય માણસ હોય છે. તેમની આ નબળાઈ જ દર્શકોને પાત્ર સાથે જાેડે છે. ફિક્કી ળેમ્સ ૨૦૨૬માં આયુષ્માને પણ કન્ટેન્ટ આધારિત સિનેમા અને દર્શકો સાથે સીધું જાેડાણ કરતી ફિલ્મોની જરૂરિયાત અંગે વાત કરી હતી. એ સંદર્ભમાં ‘ઉડતા તીર’ને તેના અગાઉના કન્ટેન્ટ-ડ્રિવન સિનેમા તરફના વફ્રાંક તરીકે જાેવામાં આવી રહી છે. જાસૂસ, ભૂલી ગયેલી ઓળખ, સરહદો, એક્શન અને કોમેડીના મિશ્રણ સાથે ‘ઉડતા તીર’ ફરી એકવાર એ જ ફોર્મ્યુલા અજમાવે છે—વિચિત્ર લાગતો વિચાર અને તેની આસપાસ ઊભું થતું સરળ, ભારતીય મનોરંજન. આ કારણે ફિલ્મમાં આયુષ્માનની જાણીતી શૈલીની ઝલક જાેવા મળી શકે છે.




