કૈંચી ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હનુમાન અંશની કમાણી ૪૦૦ કરોડને પાર પહોંચી ડૉ. વિશાલ ચતુર્વેદીએ વીડિયો સંદેશ દ્વારા ભક્તોને અપીલ કરી કે, કૈંચી ધામ જતાં પહેલાં સ્થિતિની જાણકારી મેળવવી નરેન્દ્ર અને લેખક ડૉ. વિશાલ ચતુર્વેદીની ભક્તિ-ભાવથી ભરપૂર ફિલ્મ હનુમાન અંશની અપાર સફળતા બાદ, નૈનિતાલ સ્થિત પ્રસિદ્ધ કૈંચી ધામમાં બાબાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ડૉ. વિશાલ ચતુર્વેદીનો એક વિશેષ વીડિયો સંદેશ સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર કેંચી ધામના મંદિર પરિસરમાં લાગેલી લાંબી કતારો અને ભીડના વીડિયો વાઇરલ થયા બાદ ડિરેક્ટરે આ અપીલ કરી છે. તેમણે જય સીતારામથી પોતાની વાત શરૂ કરતા જણાવ્યું કે આ સમયે કેંચી ધામમાં ભારે ભીડ જાેવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે હનુમાન અંશ ફિલ્મ જાેયા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચી રહ્યા છે. મારી ભક્તોને અપીલ છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ કૈંચી ધામ જતા પહેલાં ત્યાંના હાલ અને વ્યવસ્થાઓની સાચી માહિતી મેળવી લેવી જાેઈએ.
ડિરેક્ટરે વીડિયોમાં જણાવ્યું કે, જાે કેંચી ધામમાં લાંબી લાઈનો અને ભારે ભીડ હોય, તો ભક્તો બાબા નીમ કરોલી મહારાજ સાથે જાેડાયેલા અન્ય પવિત્ર સ્થળોની મુલાકાત લઈ શકે છે. જેમાં ઋષિકેશ-નૈનિતાલ માર્ગ પર સ્થિત હનુમાન ગઢી મંદિર, અબરપુર (જ્યાં મહારાજજીનું જન્મસ્થળ છે), વૃંદાવન સ્થિત સમાધિ સ્થળ અને નીબ કરૌરી ગામ (જ્યાં બાબાજીએ કઠિન તપસ્યા કરી હતી)નો ઉલ્લેખ કર્યો છે. જાે વધુ ભીડના કારણે કેંચી ધામ પહોંચવું મુશ્કેલ બને, તો આ પવિત્ર સ્થળો પર પણ બાબાજીની કૃપા અને ઉપસ્થિતિ અનુભવી શકાય છે, કારણ કે મહારાજજી તો દરેક ભક્તના હૃદયમાં વસે છે.
શ્રદ્ધાળુઓની સુવિધા પર ભાર મૂકતા તેમણે આગળ જણાવ્યું કે, અત્યંત ભીડ અને લાંબા ટ્રાફિક જામના કારણે પરિવારના બાળકો અને મહિલાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે અને ગૂંગળામણ અનુભવે છે. આવી પરિસ્થિતિ ન સર્જાય, તે માટે જરૂરી છે કે ભક્તો સમજદારી દાખવે અને સ્થિતિનો સાચી માહિતી મેળવ્યા બાદ જ પોતાની યાત્રાનું આયોજન કરે.
જાે ફિલ્મના કમાણીના આંકડાઓની વાત કરીએ, તો હનુમાન અંશએ બોક્સ ઓફિસ પર સફળતાના નવા રેકોર્ડ બનાવ્યા છે. રિલીઝના ૫૮મા દિવસે પણ આ ફિલ્મ સિનેમાઘરોમાં મજબૂતીથી ટકી રહી છે. ઘરેલુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે અત્યાર સુધીમાં ૩૭૯.૯૬ કરોડ રૂપિયાનું ગ્રોસ અને ૩૨૧.૭૩ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન મેળવી લીધું છે, જ્યારે વર્લ્ડવાઈડ કમાણી ૪૧૯.૪૬ કરોડ રૂપિયાના શાનદાર આંકડાને વટાવી ચૂકી છે.




