ગાંધીજીના છ મહત્વના સિદ્ધાંતો ગણાવ્યા ‘સિનેમામાં હિંસા એક ડ્રગ જેવી બની ગઈ છે, ગાંધીવાદ તેનું એન્ટિડોટ છે’ કબીએ આ વર્ષે જંતર-મંતર ખાતે નીટ પેપર લીકના વિરોધમાં થયેલા વિદ્યાર્થી પ્રદર્શનનો ઉલ્લેખ કર્યા મહાત્મા ગાંધીની ભૂમિકા બે વખત ભજવી ચૂકેલા અભિનેતા નીરજ કબી માને છે કે આજના સમયમાં પણ ગાંધીજીના વિચારો એટલાં જ પ્રસ્તુત છે. ગાંધી જયંતીના પ્રસંગે તેમણે અહિંસા, સત્યાગ્રહ, બલિદાન, નેતૃત્વ, માનવતા અને સમાનતાને ગાંધીજીના છ મહત્વના સિદ્ધાંતો ગણાવ્યા હતા.‘સંવિધાન’ ટીવી શોમાં એક દાયકા કરતાં વધુ સમય પહેલાં ગાંધીજીની ભૂમિકા ભજવનારા નીરજ કબીએ કહ્યું કે ગાંધીજીની પ્રાસંગિકતા આવનારી પેઢીઓ સુધી રહેશે. તેમના મતે ગાંધીજીએ આ ગુણોને માત્ર ધ્યાન કે શાંતિના માર્ગ તરીકે નહીં, પરંતુ ‘હથિયાર’ તરીકે જાેયા હતા. સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે આ મુલ્યોની તાલીમ પણ જરૂરી છે.યુવાનોની ભૂમિકા અંગે વાત કરતાં કબીએ આ વર્ષે જંતર-મંતર ખાતે નીટ પેપર લીકના વિરોધમાં થયેલા વિદ્યાર્થી પ્રદર્શનનો ઉલ્લેખ કર્યાે. તેમના મતે યુવાનોએ મોટા ભાગે અહિંસાનો માર્ગ અપનાવીને પોતાના ઉદ્દેશ્ય માટે અવાજ ઉઠાવ્યો હતો.હિન્દી ફિલ્મોમાં વધી રહેલી હિંસા અંગે કબીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમના મતે સિનેમામાં હિંસા દર્શકો માટે એક પ્રકારના ‘ડ્રગ’ જેવી બની રહી છે અને તેની સામે ગાંધીવાદ ‘એન્ટિડોટ’ છે. જાેકે, તેઓ પડદા પર હિંસા દર્શાવવાના વિરોધમાં નથી. તેમના મતે હિંસા જાે વાર્તામાં કોઈ મોટા હેતુને આગળ ધપાવતી હોય તો તેનો ઉપયોગ યોગ્ય બની શકે છે. ‘શિન્ડલર્સ લિસ્ટ’નું ઉદાહરણ આપતાં કબીએ કહ્યું કે હિંસાનો ઉપયોગ માત્ર કમાણી માટે નહીં, પરંતુ વાર્તામાં વધુ ઊંડો અર્થ વ્યક્ત કરવા માટે થવો જાેઈએ. તેમના મતે કલાકારની જવાબદારી માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, કારણ કે દર્શકો ઘણી વખત સિનેમામાંથી પ્રેરણા પણ લે છે.




