જેનિફર હંમેશા પ્રેમમાં વિશ્વાસ રાખે છે જેનિફર વિંગેટે ૪૧ વર્ષે બીજાં લગ્ન કર્યાં ને એ ગુપ્ત રાખ્યાં તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ તેના લગ્ન, પ્રેમ અને અંગત જીવન વિશે ખુલ્લેઆમ વાત કરી ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટતાજેતરમાં પોતાના જીવનના એક ખાસ તબક્કાનો આનંદ માણી રહી છે. તે લાંબા સમય પછી પડદા પર દેખાઈ છેઅને તેની સિરીયલ “શક: ટ્રસ્ટ નો વન” વ્યાપક પ્રશંસા મેળવી રહી છે. તેણે સિંગાપોરના ઉદ્યોગપતિ વિલિયમ ઇસ્માઇલ સાથે પણ તેના લગ્ન જીવનની શરૂઆત કરી છે.૪૧ વર્ષની ઉંમરે, જેનિફરે ફરીથી લગ્ન કર્યાં છે અને લગ્નજીવનમાં એ ખૂબ ખુશ છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ તેના લગ્ન, પ્રેમ અને અંગત જીવન વિશે ખુલ્લેઆમ વાત કરી.જેનિફર વિંગેટે કહ્યું છે કે “જ્યારથી મેં જાણ્યું છે કે પ્રેમ શું છે, ત્યારથી હું હંમેશા પ્રેમમાં વિશ્વાસ કરું છું. આપણા બધામાં આ લાગણી છે.”જેનિફરે એ પણ સમજાવ્યું કે પ્રેમ ફક્ત ભાગીદારો વચ્ચેનો સંબંધ નથી. મિત્રો અને પરિવાર વચ્ચેનો પ્રેમ પણ એટલો જ મહત્વપૂર્ણ છે. તેણીએ કહ્યું, “આ વાત સાંભળવામાં કદાચ ચીલાચાલુ લાગે, પણ તે સાચી છે. જેમ જેમ તમે મોટા થાઓ છો, તેમ તેમ તમને ખ્યાલ આવે છે કે મિત્રો અને પરિવારનો પ્રેમ કેટલો મહત્વનો છે! પ્રેમ ફક્ત રોમેન્ટિક સંબંધો પૂરતો મર્યાદિત નથી.”અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું કે પાલતુ પ્રાણીઓનો પ્રેમ પણ બિનશરતી છે. તેના મતે, પ્રેમ ફક્ત એક પ્રકારનો નથી.જેનિફરે તેના ગુપ્ત લગ્ન વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે જાહેર વ્યક્તિત્વ હોવાને કારણે, લગ્નને ગુપ્ત રાખવું સરળ નહોતું. તેના મતે, તેની પાસે બીજાે કોઈ વિકલ્પ નહોતો. જેનિફરે કહ્યું કે એવું કંઈ નથી જે છુપાવી શકાય.લોકો હંમેશા રસ ધરાવતા હોય છે અને દરેક વ્યક્તિ બધું જાણવા માગતી હોય છે. જેનિફર વિંગેટ અને વિલિયમ ઇશ્માએલએ થોડા નજીકના મિત્રો વચ્ચે યુકેમાં લગ્ન કર્યા. બાદમાં, જેનિફરે પોતે લગ્નના ફોટા શેર કરીને તેમના સંબંધને સત્તાવાર બનાવ્યો. જેનિફરે અગાઉ ચાહકોને તેના પ્રેમ જીવન વિશે કોઈ સંકેત આપ્યા ન હતા. બાદમાં આ દંપતીએ મુંબઈમાં લગ્ન કર્યા. તેમના પરિવારો ઉપરાંત, ટીવી ઉદ્યોગના ઘણા સ્ટાર્સ લગ્નમાં હાજર રહ્યા હતા, જેમાં જેનિફરના ઘણા જૂના મિત્રોનો પણ સમાવેશ થાય છે.




