હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર ઐયરે કેપ્ટન તરીકે દસમી ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ જીતી : સૌથી વધુ સતત ટી૨૦ ઇન્ટરનેશનલ જીતનો રેકોર્ડ રોહિત શર્માના નામે
જ્યારે શ્રેયસ ઐયરને સૂર્યકુમાર યાદવના સ્થાને ભારતની T20 ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. T20 વર્લ્ડ કપ ૨૦૨૬ જીત્યા પછી ટીમ ઈન્ડિયાએ અચાનક પોતાની લય ગુમાવી દીધો. તેમને આયર્લેન્ડ જેવી નબળી ગણાતી ટીમ સામે સતત બે હારનો સામનો કરવો પડ્યો. પરંતુ હવે એવું લાગે છે કે જીતનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન, શ્રેયસ ઐયરે પ્રથમ T20 માં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને પાછળ છોડી દીધા. હવે ફક્ત રોહિત શર્મા જ તેનાથી આગળ છે અને જાે આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો તે નંબર વન પર પણ પહોંચી શકે છે.
ટીમ ઈન્ડિયાએ ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી છે. પહેલા બેટિંગ કરતા, વેસ્ટ ઈન્ડિઝે ૧૯.૧ ઓવરમાં પોતાની બધી વિકેટ ગુમાવીને ૧૭૧ રનનો સારો સ્કોર બનાવ્યો.
જવાબમાં, ભારતે માત્ર ૧૪૪ ઓવરમાં બે વિકેટે ૧૭૨ રન બનાવીને મેચ જીતી લીધી. કેપ્ટન શ્રેયસ ઐયરે માત્ર ૪૩ બોલમાં ૧૦૨ રનની અણનમ ઇનિંગ રમી. આ ઇનિંગમાં ૧૦ ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે. ટી૨૦ ઇન્ટરનેશનલમાં આ ઐયરની પહેલી સદી છે.
કેપ્ટન શ્રેયસ ઐયરે કેપ્ટન તરીકે પોતાની દસમી ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ જીતી છે. ભારતીય કેપ્ટન માટે સૌથી વધુ સતત ટી૨૦ ઇન્ટરનેશનલ જીતનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે ૨૦૧૯ થી ૨૦૨૨ સુધી સતત ૧૪ જીત મેળવી. આ પછી, ટીમ ઇન્ડિયાએ ૨૦૨૪ માં રોહિતની કેપ્ટનશીપ હેઠળ સતત ૧૧ મેચ પણ જીતી. હવે, શ્રેયસે સતત ૧૦ મેચ જીતી છે.
વિરાટ કોહલીએ ૨૦૧૯ થી ૨૦૨૦ સુધી સતત નવ T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી હતી. ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે ૨૦૨૫ માં સતત નવ T20 જીત મેળવી હતી. હવે, શ્રેયસ ઐયરે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ બંનેને પાછળ છોડી દીધા છે. જાે શ્રેયસની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરે છે તો તે રોહિતને પણ પાછળ છોડી દેશે. ટીમ ઈન્ડિયાનો વર્તમાન વિજય ક્રમ કેટલો સમય ચાલુ રહે છે તે જાેવાનું બાકી છે.




