વિમાન લેન્ડ થતાની સાથે જ દિલ્હી પોલીસ અંદર ઘૂસી અભિજીત દીપકે, સૌરવ દાસ અને રાંકાની કરી અટકાયત કરાઈ કોકરોચ જનતા પાર્ટીએ શનિવારે દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું પરંતુ તે પહેલા જ તાબડતોડ બધાની અટકાયત કરાઈ હતી ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વોટચોરીના આરોપો બાદ આજે તેમના રાજીનામાની માંગણી સાથે સીજેપીએ જંતર મંતર પર પોલીસની મંજૂરી ન હોવા છતાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું જેના કારણે પોલીસે હવે આકરા પગલા લેવા માંડ્યા છે.
કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભીજિત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ જે વિમાનમાં મુંબઈથી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા ત્યાં દિલ્હી પહોંચતાની સાથે જ અટકમાં લેવામાં આવ્યા. ફ્લાઈટની અંદર જ પોલીસે તેમને અટકમાં લીધા. આ દરમિયાન અભીજિત દીપકે એવું પણ કહેતા સંભળાયા કે હું અરેસ્ટ થવા માટે જ આવ્યો છું. અરેસ્ટ કરી લો!
પોલીસે સીજેપી નેતાઓને અટકાયતમાં લેવા માટે જાેરદાર મહિલા શક્તિવાળો દાવ ચાલ્યો. મહિલા પોલીસકર્મીઓ આગળ આવવાના કારણે દીપકે અને અન્ય સીજેપી નેતાઓ લાચાર હાલતમાં જાેવા મળ્યા અને પોલીસ તેમને ડીટેઈન કરીને લઈ ગઈ.
અત્રે જણાવવાનું કે ૮ ઓક્ટોબરે બેંગ્લુરુમાં પ્રદર્શન બાદ અભિજીત દીપકે, સૌરવ દાસ, અને આશુતોષ રાંકા મુંબઈ ભેગા થયા હતા. શનિવારે તેમણે દિલ્હીની ફ્લાઈટ પકડી અને ત્યારબાદ વિમાનમાંથી હજુ તો ઉતરે તે પહેલા તો દિલ્હી પોલીસ વિમાનમાં પહોંચી ગઈ હતી. દીપકે હજુ તો સીટમાંથી બહાર નહતા નીકળ્યા અને મહિલા પોલીસકર્મી ત્યાં પહોંચી ગયા. મહિલા પોલીસકર્મીઓ હોવાના કરાણે અભિજીત દીપકે અને અન્ય સીજેપી નેતાઓ અટકાયત સમયે જે માથાકૂટ થતી હોય છે તે કરી શક્યા નહીં.
વાત જાણે એ બની કે સૌરવ દાસ અને આશુતોષ રાંકા સહિત અનેક નેતાઓ પહેલા તો આગળ વધ્યા. ત્યારબાદ વીંડો સીટ બાજુ બેઠેલા દીપકે ઊભા થયા અને તેમના હાથમાં ફોન હતો. તે ફોન પર કોઈને સંદેશ આપવા માંગતા હોય તેવું લાગતું હતું. મહિલા પોલીસકર્મીઓએ તેમને જલદી આવવાનું કહ્યું તો તેઓ હાથ જાેડીને થોડો સમય માંગતા નજરે ચડ્યા. તેમણે ન તો કોઈ પણ પ્રકારની જબરદસ્તી કરી કે ન તો કોઈ માથાકૂટ કરી.
અભીજિત દીપકેએ ફ્લાઈટની અંદરથી જ એક વીડિયો બનાવીને સંદેશ આપતા કહ્યું કે, દિલ્હી પોલીસ અમારી સાથે અપરાધી જેવું વર્તન કરી રહી છે. આવી જાઓ અને કરી લો અરેસ્ટ. આ અરાજકતા છે. આવું તો ઈન્દિરા ગાંધીના સમયમાં પણ નથી થયું. હું ડરવાનો નથી. અત્રે જણાવવાનું કે દીપકે અને તેમના સાથીઓને અટકાયતમાં લેવા માટે દિલ્હી પોલીસની મહિલા કર્મીઓને વિમાનની અંદર મોકલવામાં આવ્યા હતા.
વિરોધ પ્રદર્શન પહેલા જ સીજેપીના ટોપના નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી છે. અભિજીત દીપકે, સૌરવ દાસ, આશુતોષ રાંકાની સાથે સાથે સીજેપીની લીગલ હેડ રત્ના સિંહની પણ અટકાયત કરાઈ છે. જર્મનીથી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવેલા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધ્રુવ રાઠીની પણ પોલીસે અટકાયત કરી લીધી.
કોકરોચ જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર એક પોસ્ટ શેર કરીને આ ધરપકડની પુષ્ટિ કરી છે અને એક વીડિયો પણ શેર કર્યો છે.
આમ આદમી પાર્ટીએ પ્રદર્શનમાં સામેલ થવા જઈ રહેલા લોકોની જે રીતે પોલીસ અટકાયત કરી રહી છે તે બદલ ભારતના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર દેશમાં કાળી કટોકટી લગાવવાનો આરોપ પણ લગાવી દીધો. વિધાયક ગોપાલ રાયે કહ્યું કે સરકારે ફક્ત એક વ્યક્તિની સુરક્ષા માટે મેટ્રો સ્ટેશન બંધ કર્યા અને ટ્રેનો કેન્સલ કરી.




