વીડિયો પોસ્ટ કરી નોંધાવી ફરિયાદ ભાજપના મહિલા કેબિનેટ મંત્રીએ પતિ પર ઘરેલુ હિંસાનો લગાવ્યો આરોપ રેખા આર્યાએ પોલીસમાં પોતાના પતિ ગિરધારી લાલ સાહૂ વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ સાથે ફરિયાદ નોંધાવી ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામીની સરકારમાં કેબિનેટ મંત્રી રેખા આર્યાએ ફેસબુક પેજ પર એક વીડિયો શેર કર્યાે છે. જેમાં રેખા આર્યા રડતાં રડતાં પોતાની વાત કહી રહ્યાં છે. આ વીડિયોમાં તેમણે પોતાની સાથે ઘરેલુ હિંસા થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે તેમણે પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રેખા આર્યાએ પોતાના ફેસબુક પેજ પર માત્ર પોતાનો વીડિયો જ નથી મૂક્યો, પરંતુ પોતાના પતિ ગિરધારી લાલ સાહૂના ફોટા સહિત બે ઓડિયો પણ પોસ્ટ કર્યા છે.આજે હું એક ઓડિયો લઈને આવી છું. આ ઓડિયોએ મને હચમચાવી દીધી છે. મારા વૈવાહિક જીવન પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. પ્રામાણિકતા સાથે રહેવાના બદલામાં આવું પરિણામ મળે છે શું? આ ઓડિયો સાંભળીને આજે મને હૃદયરોગના હુમલા જેવી પીડા સાથે આ ર્નિણય લેવો પડ્યો છે, પોલીસમાં ફરિયાદ આપવી પડી છે, મારા બાળકોની રક્ષા-સુરક્ષા માટે, આ વિડિયો પણ હું એટલા માટે બનાવી રહી છું, કારણ કે મહિલા સામાન્ય હોય કે ખાસ, ઘરેલુ અત્યાચાર સહન કરવાનો નથી, પરંતુ તેને કહેવાનો છે. બાકી તમે ઓડિયો સાંભળશો તો આપોઆપ તમામ પ્રશ્નોના જવાબ મળી જશે. હું સંવિધાનને સાક્ષી માનીને મારી ફરજાેનું વહન કરતી આવી છું, કરું છું અને કરતી રહીશ. મારા દેવે મને અહીં સુધી પહોંચાડી છે. મને પૂરો ભરોસો છે કે આ ક્ષણે પણ તેઓ મારી સાથે હશે. હું આ પીડામાં પણ છું, પરંતુ મારી ફરજ ભૂલી નથી.રેખા આર્યાએ પોલીસમાં પોતાના પતિ ગિરધારી લાલ સાહૂ વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ સાથે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના પતિ ગિરધારી લાલ સાહૂ પહેલાથી જ પરણિત હતા અને તેમને બાળકો પણ હતા પરંતુ લગ્ન સમયે આ વાત છુપાવવામાં આવી હતી. અને જ્યારે તેમને સત્યની ખબર પડી ત્યાં સુધીમાં તેમના પોતાના પણ બાળકો થઈ ચૂક્યા હતા, તેથી તેઓ ચૂપ રહ્યાં.તેમણે આરોપ લગાવ્યો છે કે ગિરધારી લાલ સાહૂના અન્ય મહિલાઓ સાથે પણ ગેરકાયદે સંબંધો છે. આ સંબંધોનો વિરોધ કરવા પર તેમના પતિએ તેમની સાથે મારપીટ અને ગાળાગાળી કરી તથા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં જ એક ઓડિયો મળ્યો છે, જેમાં ગિરધારી લાલ સાહૂ એક મહિલા સાથે વાત કરતા તેમને જાનથી મારી નાખવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમને પોતાની અને પોતાના સગીર બાળકોની જીવનું જાેખમ છે.રેખા આર્યાની તબિયત લથડી ગઈ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોની એક ટીમ તેમની તપાસ કરી રહી છે. ડોકટરોએ જ્યારે મંત્રી રેખા આર્યા હોસ્પિટલ આવ્યા હતા, ત્યારે તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ હાઈ હતું અને તેમના છાતીમાં ડાબી બાજુ દુખાવો થઈ રહ્યો હતો. તેમણે જણાવ્યું કે હવે તેમની સ્થિતિ સ્થિર છે, પરંતુ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે તેમની સાથે હાર્ટ સ્પેશિયાલિસ્ટ પણ તેમની તપાસ કરી રહ્યા છે.




