મારી સફર કોઈ વરદાનથી ઓછી નથી ૨૦૧૭ના વર્લ્ડ કપમાં ધૂમ મચાવનાર ભારતીય ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી પૂનમે ભારત માટે ૭૩ વનડેમાં ૨૨૯૯ રન, ૩૫ ટી૨૦ ઇન્ટરનેશનલમાં ૭૧૯ રન અને ૪ ટેસ્ટ મેચમાં ૨૬૪ રન બનાવ્યા હતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અનુભવી બેટર પૂનમ રાઉતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ પ્રારૂપમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ૩૭ વર્ષીય પૂનમે સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી હતી. વર્ષ ૨૦૦૯માં ડેબ્યૂ કરનાર પૂનમ લાંબા સમયથી (૨૦૨૧થી) ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહી હતી.પોતાની કારકિર્દી દરમિયાન તેણે ભારત માટે ૭૩ વનડેમાં ૨૨૯૯ રન, ૩૫ ટી૨૦ ઇન્ટરનેશનલમાં ૭૧૯ રન અને ૪ ટેસ્ટ મેચમાં ૨૬૪ રન બનાવ્યા છે. તેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૪ સદી અને ૧૯ અડધી સદી નોંધાયેલી છે. ૨૦૧૭ના મહિલા વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની ફાઇનલ મેચમાં તેમની ૮૬ રનની યાદગાર ઇનિંગ્સ તેમજ આયર્લેન્ડ સામે દીપ્તિ શર્મા સાથેની ૩૨૦ રનની રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી હંમેશાં યાદ રહેશે.નકશા જુઓસંન્યાસની જાહેરાત કરતા પૂનમે કહ્યું, ‘મુંબઈની ગલીઓથી લઈને ભારતીય જર્સી પહેરવા સુધીની આ સફર કોઈ વરદાનથી ઓછી નહોતી. મારા અંદરનો ખેલાડી હવે આંતરરાષ્ટ્રીય રમતથી વિદાય લઈ રહ્યો છે, પરંતુ આ રમત માટેનો મારો પ્રેમ ક્યારેય રિટાયર થશે નહીં.’




