પીઢ અભિનેત્રી આર્થિક સંકટમાં ફસાઈ.‘મને કામ આપો, પૈસા પતી જવાની અણીએ’ : અનીતા.ઈન્ટરવ્યુ દરમિયાન અનીતાએ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘કભી હાં કભી ના’ માં કામ કર્યાના દિવસોને યાદ કર્યા હતા.ટેલિવિઝન અને ફિલ્મોની જાણીતી પીઢ અભિનેત્રી અનીતા કંવલે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાના ગંભીર આર્થિક સંકટ અને કામ મેળવવા માટેના સંઘર્ષ વિશે જણાવીને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ જણાવ્યું છે કે, ‘મારી પાસે બચેલી રકમ આગામી એક વર્ષની અંદર જ ખતમ થઈ જશે, અને તેના માટે માનસિક સ્વાસ્થ્ય તથા ગુજરાન ચલાવવા માટે કામ પર પાછા ફરવું અત્યંત જરૂરી બની ગયું છે.’ઈન્ટરવ્યુમાં અભિનેત્રી અનીતા કંવલે પોતાની લાચારી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘મને કમાવવાની સખત જરૂર છે. જાે મારે આગામી ૧૦-૧૨ વર્ષ વધુ જીવવાનું થશે તો હું શું કરીશ? મારું પોતાનું ઘર જ મારી એકમાત્ર સંપત્તિ છે, તેના સિવાય મારી પાસે કશું જ નથી. મારી પાસે જે થોડીઘણી બચત છે તે પણ એક વર્ષમાં સમાપ્ત થઈ જશે, તેથી મારે કામની સખત જરૂર છે.’અનીતા કંવલે વધુમાં ઉમેર્યું હતું કે, ‘બાળકો મદદ કરવા ઈચ્છે છે, પરંતુ હું બાળકો પાસે પૈસા લેવા માંગતા નથી. આર્ત્મનિભર બનીને અન્ય લોકોને પણ મદદ કરી શકે તેવી સ્થિતિમાં રહેવા ઈચ્છે છે.’ઈન્ડસ્ટ્રીમાં લાંબો અનુભવ હોવા છતાં કામ ન મળવા અંગે અનીતા કંવલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. અનીતા કંવલે જણાવ્યું કે, ‘આજના નવા કલાકારો તો એ પણ નથી જાણતા કે મેં અગાઉ કેવું અને કેટલું કામ કર્યું છે. મારા સમયમાં મને ૨૧ વર્ષની યુવતીના રોલ પણ ઓફર થતા હતા. હું કામ માટે ભીખ નથી માંગી રહી, પરંતુ જાે કોઈ એવું કહે કે તેઓ અનીતા કંવલને નથી ઓળખતા તો હું શું કરી શકું? હું આજે પણ ઓડિશન માટે જાઉં છું અને કાસ્ટિંગ ડાયરેક્ટર્સનેી મુલાકાત લઉં છું, છતાં ક્યાંયથી કોઈ નક્કર કામ મળી રહ્યું નથી.’ઈન્ટરવ્યુ દરમિયાન અનીતાએ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘કભી હાં કભી ના’ માં કામ કર્યાના દિવસોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘ફિલ્મમાં દીપક તિજાેરીની માતાના રોલ માટે મારી ઉંમર નાની હોવા છતાં તેણે આ સારો અનુભવ મેળવ્યો હતો. આ ઉપરાંત, ૨૦૦૩માં આવેલી ફિલ્મ ‘ગંગાઝલ’ માં નિર્માતા પ્રકાશ ઝા સાથે કામ કરવાનો અનુભવ યાદ કરતા તેમણે કહ્યું કે, ‘ફિલ્મની સફળતા બાદ પ્રકાશ ઝાએ તમામ કલાકારોને એક્સ્ટ્રા ચેક (બોનસ ચુકવણી) આપીને સન્માનિત કર્યા હતા, જે વાત હું ક્યારેય નહીં ભૂલીશ.’




