અમિરખાન ધ્યાન હાલ ૩ ઈડિયટ્સ ફિલ્મ પર છે આમિર ખાન સ્ટીફન ચૌ સાથે એક્શન ફિલ્મ બનાવે તેવી શક્યતા સ્ટીફન ચૌ કુંગ ફૂ હસલ અને શાઓલીન સોકર જેવી વિશ્વપ્રસિદ્ધ ફિલ્મોમાં પોતાના ખાસ એક્શન અંદાજ અને કોમેડી માટે જાણીતા
બોલીવૂડ અભિનેતા આમિર ખાન હોંગકોંગના જાણીતા દિગ્દર્શક સ્ટીફન ચૌ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની એક્શન-કોેમેડી ફિલ્મ બનાવવા માટે ચર્ચા કરી રહ્યા છે. આ ફિલ્મમાં માર્શલ આર્ટ્સ અને ફિઝિકલ કોમેડીનું અનોખુ મિશ્રણ જાેવા મળશે. શાહરૂખ અને સલમાન ખાનની જેમ આમિર પણ એક્શન ફિલ્મો થકી પોતાની કારકિર્દીને નવો વેગ આપવા પ્રયાસ કરી રહ્યો છે.સ્ટીફન ચૌ કુંગ ફૂ હસલ અને શાઓલીન સોકર જેવી વિશ્વપ્રસિદ્ધ ફિલ્મોમાં પોતાના ખાસ એક્શન અંદાજ અને કોમેડી માટે જાણીતા છે. જાે આ જાેડાણ સફળ થાય તો દર્શકોને તેમનાં ખાસ એકશન દ્રશ્યો માણવા મળશે. જાે કે, આ પ્રોજેક્ટ હજી પ્રારંભિક તબક્કામાં છે અને બંને પક્ષ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત હજી સુધી નથી થઈ.હાલમાં આમિર ખાન અન્ય સ્ક્રિપ્ટ્સ વિશે પણ વિચાર કરી રહ્યો છે, જેમાં એટલી સાથેની સંભવિત ફિલ્મ સામેલ છે. હાલ તેમનું મુખ્ય ધ્યાન આશુતોષ ગોવારીકરની ૧૯૫૨ની ઐતિહાસીક ભારત-પાકિસ્તાન ક્રિકેટ શ્રેણી પર આધારીત ‘લલકારા’ અને રાજકુમાર હિરાનીની ‘૩ ઈડિયટ્સ’ની સીક્વલ પર છે, જેથી આ નવી ફિલ્મનો ર્નિણય થોડા સમય પછી લેવાશે.




