દુબઈમાં કર્મચારીને કરોડોની કારની ભેટ કંપનીએ મહિલા કર્મચારીને ખુશ થઈ ભેટમાં આપી લેમ્બોર્ગિની બે વર્ષમાં ૫૦૦ મિલિયન ડોલરના પ્રોપર્ટી સોદા કરનાર નતાલિયાને બ્લુ લક્ઝરી કાર મળી, વીડિયો વાયરલ થયો
કર્મચારીઓની મહેનત અને સમર્પણની કદર કરવા માટે કંપનીઓ દ્વારા બોનસ કે અન્ય ભેટો આપવામાં આવતી હોય છે, પરંતુ દુબઈની એક કંપનીએ પોતાના ટોચના પ્રદર્શન કરનાર કર્મચારીને એવી શાનદાર ભેટ આપી છે કે તેની ચર્ચા સોશિયલ મીડિયા પર જાેરશોરથી થઈ રહી છે. કંપનીએ કર્મચારીની કામગીરીથી ખુશ થઈ તેને લક્ઝરી કાર લેમ્બોર્ગિની ઉરુસ ભેટમાં આપી છે.મળતી માહિતી અનુસાર, આ ભેટ મેળવનાર કર્મચારીનું નામ નતાલિયા ચાવેઝ છે. તે દુબઈની રિયલ એસ્ટેટ કંપની રિચકી પ્રોપર્ટીઝ સાથે જાેડાયેલી છે. તેણે છેલ્લા બે વર્ષમાં ૫૦૦ મિલ્યન ડોલરથી વધુ એટલે કે આશરે ૫,૦૦૦ લાખ ડોલરથી વધુની પ્રોપર્ટીના વેચાણના સોદા પૂર્ણ કર્યા છે. તેની આ કામગીરીને ધ્યાનમાં રાખીને કંપનીએ તેને આ મોંઘીદાટ ભેટ આપવાનો ર્નિણય લીધો હતો. કંપનીની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા ગાલા અને એવોર્ડ સમારોહમાં આ સરપ્રાઈઝ આપવામાં આવી હતી. નતાલિયા ચાવેઝને વર્ષ ૨૦૨૬ના ટોપ પરફોર્મર તરીકે જાહેર કરવામાં આવી હતી. શરૂઆતમાં તેને કંપનીના સીઈઓ દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી, પરંતુ તે સ્ટેજ પરથી પરત ફરી રહી હતી ત્યારે સીઈઓએ તેને રોકીને વધુ એક સરપ્રાઇઝ હોવાની જાહેરાત કરી હતી.ત્યારબાદ નતાલિયાને એક ખાસ ભેટનું અનબોક્સિંગ કરવા માટે બોલાવવામાં આવી હતી. કાઉન્ટડાઉન અને રિબન કાપવાની વિધિ બાદ તેની સામે વિશાળ બો લગાવેલી નવી બ્લુ કલરની લેમ્બોર્ગિની ઉરુસ કાર રજૂ કરવામાં આવી હતી. અચાનક મળેલી આ કિંમતી ભેટ જાેઈને નતાલિયા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો કંપનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યાે હતો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લેમ્બોર્ગિની ઉરુસની કિંમત પણ લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે. દુબઈના કાર બજારના આંકડા અનુસાર, આ લક્ઝરી એસયુવીની કિંમત અંદાજે ૯ લાખથી ૧૫.૫૦ લાખ એઈડી વચ્ચે છે. ભારતીય ચલણમાં તેની કિંમત આશરે રૂપિયા ૨.૩ કરોડથી રૂપિયા ૪ કરોડ સુધી થાય છે. જાેકે, નતાલિયાને ભેટમાં આપવામાં આવેલી કારનું ચોક્કસ વેરિઅન્ટ અને તેની ચોક્કસ કિંમત કંપની દ્વારા જાહેર કરવામાં આવી નથી. આ ઘટનાની ચર્ચા હવે સોશિયલ મીડિયા પર થઈ રહી છે. કેટલાક યુઝર્સનું માનવું છે કે દુબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બ્રોકરેજ દ્વારા ખૂબ જ સારી કમાણી થઈ શકે છે, જેના કારણે અન્ય ક્ષેત્રોના લોકો પણ આ વ્યવસાય તરફ આકષાર્ી રહ્યા છે. બીજી તરફ, કેટલાક લોકોએ એવી દલીલ કરી છે કે રિયલ એસ્ટેટ બ્રોકરનું કામ સરળ નથી. ઘણી વખત મહિનાઓ સુધી નિશ્ચિત આવક મળતી નથી અને સફળતા માટે સતત મહેનત, ગ્રાહકો સાથે સંપર્ક તથા મોટા સોદા પૂર્ણ કરવાની ક્ષમતા જરૂરી હોય છે.




