વેપારીઓએ સોનિયા ગાંધીને લખ્યો પત્ર કોંગ્રેસ દ્વારા યોજાનાર રેલીથી દિલ્હીના વેપારીઓમાં ફફડાટ રેલીને કારણે દિલ્હીના ૨૦ મોટા બજારોમાં અંદાજે રૂ.૧૦ થી રૂ.૧૨ હજાર કરોડ સુધીનો વેપાર પ્રભાવિત થઈ શકે દિલ્હીના રામલીલા મેદાનમાં ૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ કોંગ્રેસ દ્વારા યોજાનારી મહારેલીને લઈને રાજધાનીના વેપારીઓમાં ચિંતા વધી છે. ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે જીૈંઇ મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ મોરચો ખોલ્યો છે. આ જ મુદ્દે કોંગ્રેસ દ્વારા રામલીલા મેદાનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જાેકે, દિવાળીના તહેવારની ખરીદીની મોસમ વચ્ચે યોજાનારી આ રેલીથી વેપારને મોટું નુકસાન થવાની આશંકા વેપારીઓએ વ્યક્ત કરી છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ આ મામલે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને પત્ર લખીને રેલી હાલ પૂરતી સ્થગિત કરવાની અથવા તેની તારીખ બદલવાની વિનંતી કરી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર રેલીને કારણે દિલ્હીના ૨૦ મોટા બજારોમાં અંદાજે રૂ.૧૦ હજાર કરોડથી રૂ.૧૨ હજાર કરોડ સુધીનો વેપાર પ્રભાવિત થઈ શકે છે. CTI ના જણાવ્યા અનુસાર વેપારી સંગઠને અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ત્રણ વખત પત્ર લખીને રેલીની તારીખ બદલવાની અપીલ કરી હતી. જાેકે, આ રજૂઆતનો કોઈ ઉકેલ ન આવતાં હવે સોનિયા ગાંધીને પત્ર લખવામાં આવ્યો છે. CTI ના ચેરમેન બ્રિજેશ ગોયલે જણાવ્યું હતું કે વેપારીઓ રેલીનો વિરોધ કરતા નથી, પરંતુ દિવાળીની પીક સીઝનમાં તેમના રોજગાર અને વેપારને નુકસાન ન થાય તેવી વિનંતી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ૬ નવેમ્બરે ધનતેરસ અને ૮ નવેમ્બરે દિવાળી છે. આવી સ્થિતિમાં ૧ નવેમ્બરનો દિવસ ખરીદી અને વેપારની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વેપારીઓનો દાવો છે કે રેલીમાં અંદાજે ૧૦ લાખ લોકો આવે અને ૧૫થી ૨૦ હજાર વાહનો સેન્ટ્રલ દિલ્હીમાં પ્રવેશે તો ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. તેની સીધી અસર દિલ્હીના આશરે ૨૦ ઐતિહાસિક અને મોટા બજારોના વેપાર પર પડી શકે છે. CTI ના અંદાજ મુજબ આ બજારોમાં રૂ.૧૦ હજાર કરોડથી રૂ.૧૨ હજાર કરોડ સુધીનો વેપાર પ્રભાવિત થવાની શક્યતા છે.
આ મામલે માત્ર CTI જ નહીં, પરંતુ દિલ્હીના અન્ય વેપારી સંગઠનો પણ સક્રિય થયા છે. ફેડરેશન ઓફ સદર બજાર ટ્રેડર્સ એસોસિએશન અને ખારી બાવલીની કિરાણા કમિટીએ પણ INDIA ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ અખિલેશ યાદવ અને મમતા બેનર્જીને પત્ર લખ્યો છે. આ સંગઠનોએ પણ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રામલીલા મેદાનની રેલી દિવાળી બાદ યોજવાની માંગણી કરી છે.
એક તરફ કોંગ્રેસ જીૈંઇના મુદ્દે પોતાની રાજકીય લડતને વધુ મજબૂત બનાવવા માટે મહારેલીની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ દિલ્હીના વેપારીઓ દિવાળીની સૌથી મહત્વપૂર્ણ ખરીદીની મોસમમાં વેપારને નુકસાન ન થાય તે માટે રેલીની તારીખ અને સ્થળ બદલવાની માંગ કરી રહ્યા છે.
હવે જાેવાનું એ રહેશે કે વેપારીઓની રજૂઆત બાદ કોંગ્રેસ રેલીના આયોજનમાં કોઈ ફેરફાર કરે છે કે પછી ૧ નવેમ્બરે નક્કી કરેલા કાર્યક્રમ મુજબ જ મહારેલી યોજાશે.




