મિત્રએ શેરા વિશે ટિપ્પણી કરી તો સલમાને તરત રોકી બોડીગાર્ડ શેરાના અપમાનથી સલમાન ખાન થયા ગુસ્સે બિગ બોસ ૨૦ના વીકેન્ડ કા વારમાં સલમાને શેરા સાથે જાેડાયેલો અંગત કિસ્સો સંભળાવ્યો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ ૨૦’ ના તાજેતરના ‘વીકેન્ડ કા વાર’ એપિસોડમાં બોલિવૂડ સુપરસ્ટાર અને હોસ્ટ સલમાન ખાને સ્પર્ધકોની ક્લાસ લેવાની સાથે-સાથે કેટલાક ગંભીર મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરી હતી. આ એપિસોડ દરમિયાન સલમાને સ્કાઉટઓપી લવ ગિલ અને આમ્રપાલી દુબે સાથે જાેડાયેલા વિવાદો પર વાત કરી હતી. ચર્ચા દરમિયાન સલમાને પોતાના અંગત જીવનનો એક કિસ્સો શેર કરતા પોતાના લોકપ્રિય બોડીગાર્ડ શેરાનો ઉલ્લેખ કર્યાે હતો, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.નેશનલ ટેલિવિઝન પર સ્પર્ધકોના વ્યક્તિગત મંતવ્યો અને વિવાદો સાંભળ્યા પછી, સલમાન ખાને પોતાના નજીકના લોકો માટે સ્ટેન્ડ લેવાના અનુભવને યાદ કર્યાે હતો. તેમણે એક ઘટના જણાવતા કહ્યું કે ભૂતકાળમાં તેમના એક મહિલા મિત્રએ તેમના વિશ્વાસુ બોડીગાર્ડ શેરા વિશે કંઈક ટિપ્પણી કરી હતી. આ વાત સાંભળતા જ સલમાને તરત જ વચ્ચે પડીને તે મિત્રને અટકાવી દીધી હતી અને સ્પષ્ટ કરી દીધું હતું કે ક્યાં અને કેવી રીતે મર્યાદાઓ નક્કી કરવી જાેઈએ. આ ઉદાહરણ આપીને સલમાને ઘરના તમામ સભ્યોને શીખ આપી હતી કે પોતાના અને પોતાના પ્રિયજનોના સન્માન માટે અવાજ ઉઠાવવો ખૂબ જ જરૂરી છે, અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાની મર્યાદા ઓળંગે ત્યારે સમયસર સ્પષ્ટ સીમાઓ નક્કી કરવી અનિવાર્ય છે.આ એપિસોડમાં સલમાન ખાને લવ ગિલ અને તેની ગર્લળેન્ડ કાશવી હીરાનંદાનીને, સ્કાઉટઓપી સાથેના તેમના સંબંધોને લઈને આડેહાથ લીધા હતા. હોસ્ટે સ્કાઉટની વફાદારી સામે સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે કાશવીએ લવ પર સ્કાઉટને ગેરમાર્ગે દોરવાનો (મેનીપ્યુલેટ કરવાનો) આરોપ મૂક્યો, ત્યારે લવનો બચાવ કરવામાં સ્કાઉટ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો. સલમાને સ્કાઉટને કડક શબ્દોમાં યાદ અપાવ્યું કે દરેક વાતમાં બીજા પર દોષારોપણ કરવાને બદલે તેણે પોતાના કાર્યાેની જવાબદારી જાતે લેવી જાેઈએ.આ ઉપરાંત, સલમાને સ્પર્ધક આમ્રપાલી દુબેને સવાલ કર્યાે કે ઘરની અંદર ચાલતી દલીલો કે ઝઘડાઓ દરમિયાન તે સમયસર વચ્ચે કેમ ન પડી. તેમણે આ યુવાન સ્પર્ધકને સલાહ આપી કે અન્ય સહભાગીઓની મિત્રતા પર ભરોસો રાખવાને બદલે તેણે પોતાની ગેમ પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ. સાથે જ, શોમાં માહી વિજની ભૂમિકા પર ટિપ્પણી કરતા સલમાને કહ્યું કે તેણે બિનજરૂરી ગપસપ કે વાતોમાં પડવાને બદલે પોતાની ઓરિજિનલ ગેમપ્લે પર વધુ ધ્યાન આપવું જાેઈએ.




