દેશભક્તિ સાથે કોમેડીનો અનોખો પ્રયોગ ‘ઉડતા તીર’ પાછળનો અનોખો વિચાર આકાશ કૌશિકે જણાવ્યો પાકિસ્તાનીઓ પાસે ‘જય હિંદ’ અને ‘ભારત માતા કી જય’ બોલાવવાની કલ્પનામાંથી ફિલ્મનો વિચાર આવ્યો આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. આ દરમિયાન ફિલ્મના દિગ્દર્શક આકાશ કૌશિકે ફિલ્મ પાછળનો અનોખો વિચાર અને તેની પ્રેરણા વિશે ખુલાસો કર્યાે છે. દેશભક્તિ, કોમેડી અને જાસૂસીની વાર્તા ધરાવતી આ ફિલ્મનો વિચાર તેને એક અલગ જ કલ્પનામાંથી આવ્યો હતો. કૌશિકે જણાવ્યું કે તે ઇચ્છતો હતો કે પડોશી દેશના લોકો પણ ‘જય હિંદ’ અને ‘ભારત માતા કી જય’ જેવા નારા લગાવે. કૌશિકે આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે બાળપણથી જ દેશભક્તિ પર આધારિત ફિલ્મોના ચાહક રહ્યો છે. ખાસ કરીને સની દેઓલની ‘બોર્ડર’ તેની પસંદગીની ફિલ્મોમાંની એક છે. આવી ફિલ્મોમાં કલાકારો ‘ભારત માતા કી જય’ અને ‘જય હિંદ’ના નારા લગાવે ત્યારે તેને ખૂબ આનંદ થતો હતો. આ જ વિચારને એક નવા અંદાજમાં રજૂ કરવાની ઇચ્છામાંથી ‘ઉડતા તીર’ની વાર્તાનો જન્મ થયો હતો. દિગ્દર્શકના જણાવ્યા અનુસાર, તેને લાગ્યું કે જાે પડોશી દેશના લોકોને પણ આવા દેશભક્તિના નારા બોલાવવાની સ્થિતિમાં મૂકવામાં આવે તો તે એક અનોખો અને મનોરંજક વિચાર બની શકે છે. આ વિચાર તેને તરત જ ગમી ગયો હતો અને તેને વિશ્વાસ હતો કે દર્શકોને પણ આ અલગ પ્રકારની વાર્તા પસંદ આવશે. ફિલ્મમાં દેશભક્તિને હાસ્ય અને જાસૂસીની કહાની સાથે જાેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘ઉડતા તીર’ આકાશ કૌશિકની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ છે. તેણે સ્વીકાર્યું કે પહેલી ફિલ્મ બનાવવાની પ્રક્રિયા સરળ નહોતી. લેખક તરીકે કારકિર્દીની શરૂઆતમાં પણ લોકોને તેના પર વિશ્વાસ મૂકવામાં સમય લાગ્યો હતો. જાેકે, આ ફિલ્મમાં નિર્માતાઓ અને કલાકારોએ તેના વિચાર પર ભરોસો મૂક્યો અને તેને પૂરતો સહકાર આપ્યો હતો.કૌશિકે જણાવ્યું કે ‘ઉડતા તીર’ કોઈ સામાન્ય ફિલ્મ નથી. તેમાં કોમેડી, સસ્પેન્સ, એક્શન અને અનેક ટ્વિસ્ટનો સમાવેશ થાય છે. ફિલ્મ વારંવાર અલગ-અલગ શૈલીમાં પ્રવેશે છે, જેના કારણે શરૂઆતમાં કલાકારો અને ટીમના સભ્યોને થોડી ચિંતા પણ હતી. તેમ છતાં, સૌએ દિગ્દર્શકને સાથ આપ્યો અને હવે ફિલ્મને મળી રહેલા પ્રતિસાદથી તેઓ ખુશ છે. કરણ જાેહરના પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના, સારા અલી ખાન, ગુલશન ગ્રોવર, રામ કપૂર, રાહુલ બોઝ અને દિવંગત અભિનેતા મુકુલ દેવ સહિતના કલાકારો છે. ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં આશરે રૂપિયા ૫૦ કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ‘ઉડતા તીર’ દ્વારા આકાશ કૌશિકે પોતાની અલગ વિચારધારા અને વાર્તા કહેવાની શૈલીને મોટા પડદા પર રજૂ કરી છે.




