
Jahangir National University : લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન બોલિવૂડમાં પણ કેટલીક એવી ફિલ્મોનો ધમધમાટ ચાલી રહ્યો છે જેમાં ચૂંટણીના રંગની ઝલક જોવા મળી રહી છે. તાજેતરમાં જ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’, ‘આર્ટિકલ 370’ ફિલ્મો રીલિઝ થઈ હતી, જેમાં રાજકારણનું અમુક તત્વ બતાવવામાં આવ્યું હતું. હવે ‘JNU’ 5મી એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે, જેમાં ડ્રામા અને રોમાન્સ સાથે સ્ટુડન્ટ પોલિટિક્સ પણ જોવા મળશે.
‘JNU’માં બતાવવામાં આવશે આ વસ્તુઓ
‘JNU: જહાંગીર નેશનલ યુનિવર્સિટી’ના મુખ્ય કલાકારોમાં રવિ કિશન, વિજય રાઝ, ઉર્વશી રૌતેલા અને પીયૂષ મિશ્રાનો સમાવેશ થાય છે. આ ફિલ્મ દિલ્હીની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. નિર્દેશક વિનય શર્માનું કહેવું છે કે આ ફિલ્મને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. વિનય સમજાવે છે, ‘આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત મનોરંજન અને મનોરંજક ફિલ્મ છે, જેમાં કોમેડી, રોમાન્સ, ડ્રામા, ગીતો અને વિદ્યાર્થી રાજકારણ સહિત બધું જ છે. આ ફિલ્મ બે-અઢી વર્ષમાં પૂરી થઈ છે.