સલમાને ફિલ્મ વિવાદ અંગે સ્પષ્ટતા કરી માતૃભૂમિની સ્ક્રિપ્ટ બદલવા સરકારનું કોઈ દબાણ નહોતું ૪ ડિસેમ્બરે ફિલ્મ થશે રિલીઝ, VFX ના કામને કારણે વિલંબ થયો હોવાનો સલમાનનો ખુલાસો લાંબી રાહ જાેયા બાદ સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ રિલીઝ માટે તૈયાર થઈ ગઈ છે. શુક્રવારે ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે સલમાન ખાને સત્તાવાર જાહેરાત કરી હતી કે આ ફિલ્મ ૪ ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સાથે જ તેમણે સ્પષ્ટતા કરી હતી કે ફિલ્મની સ્ક્રિપ્ટ બદલવા માટે સરકાર તરફથી કોઈપણ પ્રકારનું દબાણ નહોતું.ટ્રેલર લોન્ચ દરમિયાન સલમાન ખાને સ્ક્રિપ્ટ ફરીથી લખવાની વાતોને અફવા ગણાવીને ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું કે આ ફિલ્મ ભારતીય સેના અને તેમના પરિવારોના સંઘર્ષ પર આધારિત છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે સૈનિકો અને તેમના પરિવારો કેવા સંજાેગોમાંથી પસાર થાય છે અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સેનાના જવાનો માટે દેશ હંમેશાં પ્રથમ સ્થાને રહે છે.આ ફિલ્મ અગાઉ એપ્રિલ ૨૦૨૬માં રિલીઝ થવાની હતી, પરંતુ તેમાં વિલંબ થયો હતો. ફિલ્મ મોડી થવા પાછળનું કારણ જણાવતા સલમાન ખાને પોતાની આગવી શૈલીમાં કહ્યું કે, આ વખતે તેમના કારણે નહીં પરંતુ VFX ના કામમાં સમય લાગવાને કારણે ફિલ્મ મોડી પડી છે.ફિલ્મના ગીત ‘મેરી સેક્સી બ્યૂટી’ અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે ફિલ્મમાં તમામ આર્મી ઓફિસર્સ પોતાની પત્નીઓની પ્રશંસા કરે છે તે સ્થિતિમાં આ ગીત યોગ્ય રીતે બંધબેસે છે. આ ઉપરાંત ફિલ્મના ટાઈટલ અંગે ખુલાસો કરતા તેમણે કહ્યું કે અગાઉ ‘બેટલ ઓફ ગલવાન’ નામ માત્ર ક્લેપબોર્ડ પર કામચલાઉ રાખવામાં આવ્યું હતું. આખરે હિમેશ રેશમિયાના ગીત પરથી પ્રેરણા લઈને ફિલ્મનું નામ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ નક્કી કરવામાં આવ્યું. અપૂર્વ લાખિયા દ્વારા ર્નિદેશિત અને ચિત્રાંગદા સિંહ અભિનીત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’ સામે ટકરાશે.




