રામાયણની બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત રામાયણ ફિલ્મની બે દિવસમાં જ વિશ્વભરમાં ૨૨૧ કરોડની કમાણી ભારતમાં ૧૧૨.૯૦ કરોડનું નેટ કલેક્શન, અભિનેતા રણબીર કપૂર અને યશની ફિલ્મે રચ્યો નવો રેકોર્ડ સર્જયો રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી સ્ટારર ફિલ્મ ‘રામાયણ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. નીતેશ તિવારીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ ફિલ્મે રિલીઝના માત્ર બે દિવસમાં જ બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી લીધી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ ‘રામાયણ’ એ રિલીઝના બીજા દિવસે ૪૮.૦૫ કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન મેળવ્યું છે. જાેકે આ આંકડો પહેલા દિવસની સરખામણીએ ૨૫.૯ ટકા ઓછો છે, તેમ છતાં ફિલ્મે માત્ર બે જ દિવસમાં ભારતીય બજારમાં કુલ ૧૧૨.૯૦ કરોડ રૂપિયાનો નેટ વેપાર કરીને ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો સફળતાપૂર્વક પાર કરી લીધો છે.આ દરમિયાન ભારતમાં ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન પણ વધીને ૧૩૪.૮૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ભાષાઓની દ્રષ્ટિએ વાત કરીએ તો, બીજા દિવસે ફિલ્મે હિન્દી ભાષામાં ૩૫.૫૦ કરોડ રૂપિયા, કન્નડમાં ૫.૧૫ કરોડ રૂપિયા, તેલુગુમાં ૪.૭૫ કરોડ રૂપિયા, તમિળમાં ૧.૫૦ કરોડ રૂપિયા અને મલયાલમ ભાષામાં ૧.૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે.નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત અને નીતેશ તિવારીના ર્નિદેશનમાં બનેલી આ ફિલ્મે ગ્લોબલ લેવલે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. રિપોર્ટ મુજબ, વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ફિલ્મે માત્ર બે જ દિવસમાં ૨૨૧.૦૫ કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને કમાણીના નવા રેકોર્ડ સર્જ્યા છે.




