યુરોપના ર્નિણયથી ભારતીય સ્ટીલ ઉદ્યોગને ફટકો યુરોપિયન યુનિયને ભારત સહિત પાંચ દેશોના સ્ટીલ પર ડ્યુટી લાદી ભારત પર ૯.૫ ટકા, જાપાન પર ૭.૯ ટકા તુર્કી પર ૩થી ૭ ટકા અને વિયેતનામ પર ૧૬ ટકા એન્ટિ ડમ્પિંગ ડયુટી યુરોપીયન યુનિયને સોમવારે ભારત અને બીજા ચાર દેશો પર કોલ્ડ રોલ્ડ ફ્લેટ સ્ટીલની આયાતને લઈને એન્ટિ ડમ્પિંગ ડયુટી લાદી છે. આ ડયુટી ત્રણ ટકાથી લઈને ૨૭.૯ ટકા વચ્ચેની છે. ઇયુની તપાસમાં જાણવા મળ્યું હતું કે યુરોપીયન યુનિયનમાં કોલ્ડ રોલ્ડ ફ્લેટ સ્ટીલનું ડમ્પિંગ પ્રાઇસે વેચાણ કરાતું હતું.ભારત પર ૯.૫ ટકા, જાપાન પર ૨૭.૯ ટકા તાઇવાન પર ૨૦.૭થી ૨૭ ટકા, તુર્કી પર ૩થી ૭ ટકા, વિયેતનામ પર ૧૬ ટકા એન્ટિ ડમ્પિંગ ડયુટી લદાઈ છે. યુરોપીયન પંચે જણાવ્યું હતું કે તેણે કરેલી તપાસ ઘણી મહત્ત્વની છે, કારણ કે આ દિશામાં હાથ ધરવામાં આવેલી આ સૌપ્રથમ તપાસ છે જેણે કેટલાક દેશોમાં ખાસ પ્રકારની બજાર પરિસ્થિતિનું અસ્તિત્વ હોવાનું પ્રસ્થાપિત કર્યુ છે. કેટલાક દેશોમાં તો આ પ્રકારની બજાર પરિસ્થિતિ સામે તપાસ પણ ચાલી રહી છે. તેણે જણાવ્યું હતું કે તેના તારણોની ઇયુના વેપાર સંરક્ષણ પગલાં પર વ્યાપક અસર પડી શકે છે.પંચે જણાવ્યું હતું કે ભારત અને તાઇવાનની અંદર બજારની ખાસ પ્રકારની પરિસ્થિતિ ઇયુમાઁ ઉપયોગમાં લેવામાં આવતાસ્ટીલના ભાવ પર અસર કરે છે તેની સમીક્ષા કરવામાં આવી હતી. ભારતના કિસ્સામાં તેણે જણાવ્યું હતું કે સરકારી પગલાં લોહખનીજના ભાવ પર અસર કરે છે. લોહખનીજ કોલ્ડ રોલ્ડ સ્ટીલના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવતો મહત્ત્વનો કાચો માલ છે.તાઇવાનના કિસ્સામાં પંચે જણાવ્યું હતું કે તેના પર ચીનની ઓવર કેપિસિટીની અસર થાય છે. ચીનમાંથી મોટાપાયા પર કોલ્ડ રોલ્ડ ફ્લેટ સ્ટીલની આયાતના લીધે તાઇવાનમાં સ્થાનિક ભાવ નીચે ગયા છે અને તાઇવાનીઝ ઉત્પાદકોની નફાકારકતા નબળી પડી છે.ઇયુના એન્ટિ-ડમ્પિંગના નિયમો મુજબ પંચને જ્યારે લાગે કે બજારની સ્થિતિ સ્થાનિક અને નિકાસ ભાવ વચ્ચેની તુલના કરવા યોગ્ય લાગતી નથી ત્યારે પ્રોડક્ટના સ્થાનિક વેચાણ ભાવ પર આધારિત રહેવાના બદલે પ્રોડક્ટના સામાન્ય ભાવનું મૂલ્ય જાતે નક્કી કરી શકે છે.




