સુપ્રીમ કોર્ટના ર્નિણયથી કેસમાં નવો વળાંક ફેક જન્મ પ્રમાણપત્ર કેસમાં આઝમ ખાનને સુપ્રીમ કોર્ટની રાહત હાઈકોર્ટે આઝમ ખાનની સજા પર રોક લગાવી હતી સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ આઝમ ખાનને મળેલી રાહત યથાવત રહેશે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને ફેક જન્મ પ્રમાણપત્ર કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના ર્નિણય સામે દાખલ કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી છે. હાઈકોર્ટે આઝમ ખાનની સજા પર રોક લગાવી હતી. સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ આઝમ ખાનને મળેલી રાહત યથાવત રહેશે.
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે આઝમ ખાનની પત્ની તન્ઝીન ફાતમા અને પુત્ર અબ્દુલ્લા આઝમ ખાનને પણ રાહત આપી છે. બંનેએ તેમની સજા પર સ્ટે આપવાનો ઇનકાર કરનાર અલ્હાબાદ હાઈકોર્ટના ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમની અપીલ મંજૂર કરીને તેમની સજા પર પણ રોક લગાવી છે.
આ સમગ્ર મામલો ૩ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ નોંધાયેલી ફરિયાદથી શરૂ થયો હતો. ફરિયાદી આકાશ સક્સેનાએ આરોપ લગાવ્યો હતો કે આઝમ ખાન અને તેમની પત્નીએ તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાન માટે બે અલગ-અલગ જન્મ પ્રમાણપત્ર બનાવડાવ્યા હતા. આ મામલે તપાસ બાદ આઝમ ખાન, તન્ઝીન ફાતમા અને અબ્દુલ્લા આઝમ ખાન સામે કેસ ચાલી રહ્યો હતો.
નીચલી અદાલતે ફેક જન્મ પ્રમાણપત્ર કેસમાં આઝમ ખાન, તેમની પત્ની અને પુત્રને દોષિત ઠેરવી ત્રણેયને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ આઝમ ખાને આ ચુકાદાને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
મે ૨૦૨૪માં અલ્હાબાદ હાઈકોર્ટે આઝમ ખાનની સજા અને સજા પર રોક લગાવી હતી. જાેકે, તે સમયે તેમની પત્ની અને પુત્રને સમાન રાહત મળી નહોતી. ત્યારબાદ બંનેએ હાઈકોર્ટના ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકારે આઝમ ખાનને આપવામાં આવેલી રાહત રદ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
હવે સુપ્રીમ કોર્ટે યુપી સરકારની અપીલ ફગાવીને આઝમ ખાનને મળેલી રાહત યથાવત રાખી છે. સાથે જ તન્ઝીન ફાતમા અને અબ્દુલ્લા આઝમ ખાનને પણ સજા પર સ્ટે આપતાં ત્રણેયને કેસમાં મોટી કાનૂની રાહત મળી છે. જાેકે, આ ર્નિણય કેસના અંતિમ નિષ્કર્ષ સમાન નથી અને મૂળ દોષિત ઠરાવ સામેની કાનૂની કાર્યવાહી આગળ ચાલુ રહી શકે છે.




