પૂજા બાદ નવા સરકારી બંગલામાં પ્રવેશ ગાંધીજીના સંસ્મરણો ધરાવતી ૧૬૦ વર્ષ જૂની ઇમારત હવે કર્ણાટક CM નુું નિવાસસ્થાન ગંગામાં ડી.કે. શિવકુમારનો પ્રવેશ; નવીનીકરણ ખર્ચ અને ઐતિહાસિક વારસામાં ફેરફારને લઈને ભાજપ-જેડીએસના સવાલો
કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર સોમવારે બેંગલુરુના ઐતિહાસિક કુમાર કૃપા ગેસ્ટ હાઉસ પરિસરમાં તૈયાર કરાયેલા પોતાના નવા સરકારી નિવાસસ્થાન ‘ગંગા’માં રહેવા પહોંચ્યા હતા. આશરે ૧૬૦ વર્ષ જૂની આ ઇમારતનું નિર્માણ ૧૮૫૬માં થયું હતું અને તેનો સંબંધ મહાત્મા ગાંધી સાથે પણ રહ્યો છે. ગાંધીજી ૧૯૨૭ના ઉનાળામાં લગભગ બે મહિના અહીં રોકાયા હતા. આ દરમિયાન તેઓ પરિસરમાં આવેલા વિશાળ પીપળાના વૃક્ષ નીચે નિયમિત પ્રાર્થના સભાઓ યોજતા હતા.
નવા નિવાસસ્થાનમાં પ્રવેશ કરતાં પહેલાં ડી.કે. શિવકુમાર અને તેમના પરિવાર દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ પોતાના ખાનગી નિવાસસ્થાનમાંથી નવા સરકારી બંગલામાં રહેવા ગયા હતા. ‘ગંગા’નો ઉપયોગ માત્ર નિવાસસ્થાન તરીકે નહીં, પરંતુ મુખ્યમંત્રીની કચેરી તરીકે પણ કરવામાં આવશે.
અહીં મુલાકાતીઓને મળીને તેમની ફરિયાદો સાંભળવામાં આવશે. ફરિયાદો અને દસ્તાવેજાેનો રેકોર્ડ સોફ્ટવેર દ્વારા જાળવવામાં આવશે. આ ઉપરાંત સત્તાવાર બેઠકો અને વિવિધ સરકારી કાર્યક્રમોનું આયોજન પણ અહીંથી કરવામાં આવશે.નવા નિવાસસ્થાન પર ભારતીય રાષ્ટ્રધ્વજની સાથે કન્નડ ધ્વજ પણ લગાવવામાં આવ્યો છે. કર્ણાટક સરકાર કન્નડ ધ્વજને સત્તાવાર રાજ્યધ્વજનો દરજ્જાે આપવાના પ્રયાસો કરી રહી છે. સરકારની ઇચ્છા છે કે રાજ્યની સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજની સાથે કન્નડ ધ્વજ પણ ફરકાવવામાં આવે.‘ગંગા’ના નવીનીકરણ પાછળ થયેલા ખર્ચને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. શિવકુમારે સ્પષ્ટતા કરી હતી કે ઇમારતના મૂળ સ્વરૂપ અને ઐતિહાસિક ઓળખને જાળવી રાખીને આશરે ૧૦ ટકા જેટલા ફેરફાર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ૮૦થી ૯૦ ટકા ફર્નિચર તેમના જૂના ખાનગી નિવાસસ્થાનનું જ છે, જ્યારે બાકીનું ફર્નિચર કુમાર કૃપા પરિસરમાં પહેલેથી ઉપલબ્ધ હતું. તેમના જણાવ્યા મુજબ નવીનીકરણમાં સૌથી મોટો ખર્ચ સુરક્ષા વ્યવસ્થા પાછળ થયો છે.
કુમાર કૃપાની ઐતિહાસિક ઓળખને ધ્યાનમાં રાખીને તેને મુખ્યમંત્રીના નિવાસસ્થાનમાં ફેરવવાના ર્નિણય સામે ભાજપ અને જેડીએસે સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષનો આરોપ છે કે આ ઇમારત મૈસુર રજવાડાના પૂર્વ દીવાન કે. શેષાદ્રિ અય્યર અને મહાત્મા ગાંધી સાથે જાેડાયેલી ઐતિહાસિક ધરોહર છે. આવી ઇમારતને મુખ્યમંત્રીના નિવાસ અને કચેરીમાં ફેરવવી યોગ્ય નથી.
વિપક્ષની ટીકા અંગે શિવકુમારે કહ્યું કે સરકારની ટીકા કરવી વિપક્ષની જવાબદારી છે. તેમણે વિપક્ષી નેતાઓને નવા પરિસરની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું છે. અગાઉ ‘કાવેરી’ અને ‘અનુગ્રહ’ જેવા સરકારી બંગલાઓનો મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરીકે ઉપયોગ થતો રહ્યો છે. હવે કુમાર કૃપા પરિસરની ઐતિહાસિક ઇમારતનું નામ બદલીને ‘ગંગા’ રાખવામાં આવ્યું છે.




