અમેરિકા-ઈરાન વચ્ચે ફરી સૈન્ય સંઘર્ષની શરૂઆત કેશમ આઈલેન્ડ પર અમેરિકાની એરસ્ટ્રાઈક, ઈરાને બહેરીનમાં અમેરિકી રડારને નિશાન બનાવ્યું બહેરીન તરફ આવેલા તમામ શંકાસ્પદ ઈરાની ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા છે અને તેમાં કોઈપણ યુએસ મિલિટરી ઇક્વિપમેન્ટ કે સૈનિકને નુકસાન પહોંચ્યું નથી : અમેરિકી સેના અમેરિકા અને ઈરાન છેલ્લા કેટલાય સમયથી યુદ્ધે ચઢ્યાં છે. અનેક દેશોએ આ બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય તેવા પ્રયત્નો કર્યાં છે, પરંતુ કઈ સમાધાન આવ્યું નથી. અત્યારે ફરી આવી સ્થિતિ સજાર્ી છે. જ્યારે આખી દુનિયા એમ માની રહી હતી કે, ડિપ્લોમેટિક વાતચીત દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ઓછો થઈ જશે, ત્યારે જ રાતના અંધકારમાં બંને દેશો વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ શરૂ થઈ ગયો છે. ફારસની ખાડી માં યુદ્ધ જેવી ખતરનાક સ્થિતિ સજાર્ી છે. વિગતે વાત કરવામાં આવે તો, એક તરફ અમેરિકાએ ઈરાનના અત્યંત વ્યૂહાત્મક ગણાતા કેશમ આઈલેન્ડ ને નિશાન બનાવ્યું છે, તો બીજી તરફ ઈરાને વળતો પ્રહાર કરતા બહેરીનમાં સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ડ્રોન હુમલો કરી દીધો છે. આ સમગ્ર હિલચાલ વચ્ચે શાંતિ સ્થાપવા મથી રહેલા કતરના તમામ પ્રયાસો પર પાણી ફરી વળ્યું છે.ઈરાની અર્ધ-સરકારી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અમેરિકાએ ઈરાનના કેશમ આઈલેન્ડ પર જાેરદાર હુમલા કર્યા છે. કેશમ શહેરના ઉત્તર-પશ્ચિમ હિસ્સામાં રહેતા નાગરિકોએ એક પછી એક અનેક પ્રચંડ વિસ્ફોટો સાંભળ્યા, જેના કારણે આખા વિસ્તારમાં ભારે ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી. જાેકે, ઈરાની સત્તાવાળાઓએ શરૂઆતના નિવેદનમાં દાવો કર્યાે છે કે, આ હુમલાથી કોઈપણ નાગરિક વસાહત કે મુખ્ય માળખાને નુકસાન થયું નથી. પરંતુ, આટલા સંવેદનશીલ ટાપુ પર સીધો હુમલો થવો એ સ્પષ્ટ કરે છે કે અમેરિકા હવે ઈરાનને કડક અને સીધો સંદેશ આપવાના મૂડમાં છે.અમેરિકી હુમલાના જવાબમાં ઈરાનની પ્રભાવશાળી સૈન્ય પાંખ IRGC પણ ચૂપ બેઠી નહીં. IRGC એ દાવો કર્યાે છે કે, તેણે બહેરીનના શેખ ઈસા એર બેઝ પર બનેલી યુએસ રડાર સિસ્ટમને નિશાન બનાવીને ડ્રોન હુમલો કર્યાે છે. ઈરાની સેનાનું કહેવું છે કે, અમેરિકી ડ્રોન્સ સતત તેમના એરસ્પેસનું ઉલ્લંઘન કરી રહ્યા હતા, જેથી આ બદલાની કાર્યવાહી જરૂરી હતી. એજન્સી અહેવાલો અનુસાર બહેરીનની રાજધાની મનામામાં પણ શક્તિશાળી ધડાકા સંભળાયા હતા, ત્યારબાદ બહેરીન ગૃહ મંત્રાલયે નાગરિકો માટે ઈમરજન્સી એલર્ટ જારી કર્યું હતું.મહત્વની વાત એ પણ છે કે, યુએસ સેન્ટ્રલ કમાન્ડ એ ઈરાનના આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. અમેરિકી સેનાના જણાવ્યા મુજબ, બહેરીન તરફ આવેલા તમામ શંકાસ્પદ ઈરાની ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા છે અને તેમાં કોઈપણ યુએસ મિલિટરી ઇક્વિપમેન્ટ કે સૈનિકને નુકસાન પહોંચ્યું નથી.




