અબજ ડૉલરની રાફેલ ડીલ છતાં ભારતને નહીં મળે સંપૂર્ણ ટેક્નોલોજી ટ્રાન્સફર ભારતમાં વિમાનોની એસેમ્બલી થશે, પરંતુ સોર્સ કોડ અને મહત્ત્વની ટેક્નોલોજી ફ્રાન્સ પાસે જ રહેશે ભારતીય વાયુસેનાની તાકાત વધારવા માટે ૧૧૪ રાફેલ ફાઇટર જેટ ખરીદવાની ભારતની તૈયારી વચ્ચે ટેક્નોલોજી ટ્રાન્સફરનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અંદાજે ૩૫થી ૪૦ અબજ ડૉલરની આ સંભવિત ડીલમાં ફ્રાન્સ સંપૂર્ણ ટેક્નોલોજી ટ્રાન્સફર આપવા તૈયાર ન હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પરિણામે ભારતમાં વિમાનોનું ઉત્પાદન અને એસેમ્બલી થશે, પરંતુ તેની કેટલીક અત્યંત મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજી ફ્રાન્સના નિયંત્રણ હેઠળ જ રહેશે.
અહેવાલો અનુસાર, રાફેલ વિમાનની મુખ્ય કંટ્રોલ સિસ્ટમ, સોફ્ટવેર અને સંવેદનશીલ ટેક્નોલોજી ભારતને સોંપવા અંગે ફ્રાન્સે મર્યાદિત વલણ અપનાવ્યું છે. ખાસ કરીને વિમાનનો સોર્સ કોડ ભારતને આપવામાં આવે તેવી શક્યતા ઓછી છે. જાેકે, ભારતીય વાયુસેના પોતાની મિસાઇલોને વિમાન સાથે જાેડવા માટે જરૂરી ઇન્ટિગ્રેશનની સુવિધા મેળવી શકે છે. ડસોલ્ટ એવિએશન અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ વચ્ચેના સહયોગ હેઠળ હૈદરાબાદમાં રાફેલ વિમાનના વિવિધ માળખાકીય ભાગોનું ઉત્પાદન કરવાની યોજના છે. તેમાં સેન્ટ્રલ ફ્યુઝલેજ, આગળનો અને પાછળનો ભાગ તથા સાઇડ પેનલ્સનો સમાવેશ થાય છે. આ ઉત્પાદન ૨૦૨૮ના નાણાકીય વર્ષથી શરૂ કરવાની યોજના દર્શાવવામાં આવી છે. જાેકે, આ તમામ ભાગોનું ઉત્પાદન ડસોલ્ટની ડિઝાઇન અને ટેક્નિકલ માર્ગદર્શન હેઠળ થશે.
રાફેલમાં ઉપયોગમાં લેવાતા સ્૮૮ એન્જિનના મામલે પણ ફ્રાન્સ ટેક્નોલોજી ટ્રાન્સફર અંગે સાવચેતી રાખી રહ્યું છે. એન્જિનના અત્યંત મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ પાર્ટ્સનું ઉત્પાદન ફ્રાન્સમાં જ રાખવાની નીતિ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ભારતમાં મર્યાદિત સ્તરે એસેમ્બલી અને જાળવણીની સુવિધા વિકસાવવાની શક્યતા છે.
બીજી તરફ, ભારતના પાંચમી પેઢીના સ્વદેશી લડાકુ વિમાન પ્રોજેક્ટ AMCA માટે એન્જિન ટેક્નોલોજીના ક્ષેત્રમાં ફ્રાન્સના સફ્રાં સાથે સહયોગની ચર્ચા થઈ રહી છે. આ પ્રોજેક્ટમાં ટેક્નોલોજી ટ્રાન્સફર અને ભારતીય સંસ્થાઓ સાથે સંયુક્ત વિકાસની સંભાવનાઓ પણ મહત્ત્વપૂર્ણ છે.
આમ, રાફેલ ડીલ ભારતની સંરક્ષણ ક્ષમતા વધારવા માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે, પરંતુ સ્થાનિક ઉત્પાદન અને સંપૂર્ણ ટેક્નોલોજી આર્ત્મનિભરતા વચ્ચેનો તફાવત પણ આ ડીલમાં સ્પષ્ટ જાેવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ૧૧૪ વિમાનોની ખરીદી અને તેની શરતો અંગેની અંતિમ સત્તાવાર સમજૂતીને અલગથી ધ્યાનમાં લેવી જરૂરી છે.




