સોનુ સૂદે મુશ્કેલીમાં શરદ કપૂરને મદદનો હાથ લંબાવ્યો કામની અપીલ બાદ સોનુ સૂદે શરદ કપૂરની મુલાકાત લઈ સારવાર કરાવી પગમાં ળેક્ચર અને સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા શરદને સોનુએ તબીબી સામગ્રી પૂરી પાડી, સતત ખબર રાખી
બોલિવૂડમાં કામ અને સહયોગની ભાવુક અપીલ કરનાર અભિનેતા શરદ કપૂરની સોનુ સૂદે મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સોનુ તેમની તબિયત અને પગની સારવાર અંગે પૂછપરછ કરતો જાેવા મળ્યો હતો. સોનુ શરદને તેમના બિલ્ડિંગ સુધી મૂકવા ગયો હતો. શરદ ચાલવા માટે વૉકિંગ ળેમનો સહારો લેતા જાેવા મળ્યા હતા. ‘ળી પ્રેસ જર્નલ’ના અહેવાલ મુજબ, સોનુએ તેમના માટે તબીબી સામગ્રીની વ્યવસ્થા પણ કરી છે અને તેમની તબિયત અંગે સતત માહિતી મેળવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે શરદે સ્વાસ્થ્યની સમસ્યાઓને કારણે પોતાના ચાર પાલતુ શ્વાન જાેશ, રિબેલ, સ્ટાર અને પેન્થરને પ્રાણી કલ્યાણ કેન્દ્રમાં મોકલ્યાં હતાં. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ તેમના મિત્ર અને મુંબઈસ્થિત ‘બેઝુબાન પબ્લિક વેલ્ફેર ટ્રસ્ટ’નાં સંચાલક હેમા ચૌધરીએ જણાવ્યું હતું કે શરદ છેલ્લા લગભગ બે વર્ષથી શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમને મગજ સંબંધિત તકલીફ છે અને પગમાં ળેક્ચર પણ થયું છે.આ મુશ્કેલ સમય દરમિયાન શરદે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને બોલિવૂડના સાથી કલાકારો અને CINTAA ને કામ અપાવવાની અપીલ કરી હતી. તેમણે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા હોવાનું જણાવી કહ્યું હતું, “મને આર્થિક, નૈતિક અને માનસિક રીતે મદદની ખરેખર જરૂર છે…હું CINTAA ને અપીલ કરવા માગું છું કે હું સારા કામની શોધમાં છું. મને તમારા સહયોગની જરૂર છે. થોડો નૈતિક સહયોગ પણ મારા માટે પૂરતો છે. હું સારો અભિનેતા છું અને તમે એ જાણો છો. પૈસાની સમસ્યા નથી, મારી એકમાત્ર ઇચ્છા ફરીથી કામ શરૂ કરવાની છે.” શરદે ૧૯૯૪માં ફિલ્મ ‘મેરા પ્યારા ભારત’થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. મહેશ ભટ્ટની ટેલિવિઝન શ્રેણી ‘સ્વાભિમાન’થી તેમને ઓળખ મળી હતી. ત્યારબાદ તેમણે ‘તમન્ના’, ‘ત્રિશક્તિ’, ‘જાેશ’, ‘આગાઝ’, ‘ખૌફ’, ‘હથિયાર’, ‘જાની દુશ્મન: એક અનોખી કહાની’, ‘LOC: કારગિલ’ અને ‘લક્ષ્ય’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.




