ગોલમાલ ફ્રેન્ચાઇઝીમાં ફરી સંગીતનો ધમાકો ગોલમાલ ફાઈવમાં છેલ્લી ઘડીએ બે ગીત ઉમેરવાનો ર્નિણય લેવાયો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં અજય દેવગણ, અક્ષય કુમાર સહિતની સ્ટારકાસ્ટ પર ગીતોનું શૂટિંગ થશે રોહિત શેટ્ટીની ‘ગોલમાલ ફાઈવ’માં છેલ્લી ઘડીએ બે ગીત ઉમેરવાનો ર્નિણય લેવાયો છે. આ માટે રોહિત શેટ્ટી મુંબઇમાં ફિલ્મના તમામ કળાકારોને એકત્ર કરી રહ્યાં છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં એક પછી એક એમ બે ગીતોનું સળંગ શૂટિંગ મુંબઇમાં કરવામાં આવશે.આ બંને ગીત અજય દેવગણ, અક્ષય કુમાર, અરશદ વારસી, શ્રેયસ તળપદે, કુણાલ ખેમુ, તુષાર કપૂર અને શર્મન જાેશી પર ફિલ્માવવામાં આવશે. ‘ગોલમાલ’ ફ્રેન્ચાઇઝીની તમામ ફિલ્મોની જેમ ફાઇવમાં પણ એક ધમાલ મચાવતું ગીત હશે. શર્મન જાેશી પહેલી ‘ગોલમાલ’ ફિલ્મ બાદ ૨૧ વર્ષે ફરી ળેન્ચાઇઝીમાં પાછો ફરી રહ્યો છે.‘ગોલમાલ: ફન અનલિમિટેડ’ નામની ફિલ્મ ૨૦૦૬માં આવી ત્યારથી આ ફ્રેન્ચાઇઝી શરૂ થઇ તે પછી ૨૦૦૮માં ‘ગોલમાલ રિટર્ન્સ’, ૨૦૧૦માં ‘ગોલમાલ ૩’, ૨૦૧૭માં ‘ગોલમાલ અગેઇન’ અને હવે ‘ગોલમાલ ફાઇવ ‘ જાન્યુઆરી ૨૦૨૭માં રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશભરમાં ફિલ્મના રીલિઝના રાઇટ્સ મેળવવા માટે અગ્રણી વિતરકોએ ૧૦૦ કરોડ રૂપિયાની ઓફર્સ આપી છે. રોહિત શેટ્ટી ઓછું કમિશન અને બહોળી રજૂઆતની ખાતરી આપનાર વિતરકને રાઇટ્સ વેચશે તેમ મનાય છે.




