ફિટનેસ માટે રકુલની પાંચ વાનગીઓથી દૂરી ચાર દિવસ જીમ છતાં જલેબી અને ચીઝકેકની કેલરી બર્ન કરવી મુશ્કેલ વાનગીઓ બનાવવાની રીત જાેઈ રકુલ પ્રીત સિંહે પાંચ લોકપ્રિય ભારતીય ફૂડ આઇટમ્સ ખાવાનું છોડી દીધું ફિટનેસ અને મનપસંદ ભોજન વચ્ચે સંતુલન જાળવવું સરળ નથી. અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પોતાની શિસ્તબદ્ધ ફિટનેસ દિનચર્યા અને ખાનપાન અંગેની સજાગતા માટે જાણીતી છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન તેણે એવી પાંચ લોકપ્રિય ભારતીય વાનગીઓ વિશે ખુલાસો કર્યાે હતો, જે વાનગીઓ બનાવવાની રીત જાેયા બાદ તેણે તે ખાવાનું બંધ કર્યું છે. પોતાની પસંદગી વિશે વાત કરતાં રકુલે જણાવ્યું હતું કે તે લગભગ દરેક વાનગીનો સ્વાદ ચાખવા તૈયાર હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને દરેક વાનગી ભાવતી હોય. તેણે મજાકમાં કહ્યું હતું કે તેની એક આદત છે કે તે કોઈપણ વાનગીની ઓછામાં ઓછી એક બાઇટ તો જરૂર લે છે.રકુલની યાદીમાં સૌથી પહેલાં જલેબીનું નામ આવે છે. લોકપ્રિય ભારતીય મીઠાઈ હોવા છતાં તેને જલેબી ખાસ પસંદ નથી. આ અંગે તેણે કહ્યું હતું કે, ‘મને જલેબી સમજાતી નથી, ભલે તે મારી માતાને બહુ ભાવતી હોય.’ દિલ્હીમાં ઉછરેલી રકુલને છોલે ભટૂરે પણ ખાસ પસંદ નથી. જાેકે, તે છોલે ખાય છે, પરંતુ તેની સાથે પીરસાતા તળેલા ભટૂરા ખાવાનું ટાળે છે.તેની યાદીમાં પકોડા અને બ્રેડ પકોડાનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને વરસાદની મોસમમાં ચા સાથે ખવાતા આ તળેલા નાસ્તા રકુલને પસંદ નથી. તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તેને સામાન્ય પકોડા હોય કે બ્રેડ પકોડા, તળેલી વાનગીઓ ખાવાનો ખાસ શોખ નથી. તેણે મજાકમાં કહ્યું હતું કે, ‘ચાર દિવસ જીમમાં કસરત કરું તો પણ આટલી કેલરી બર્ન ન કરી શકું.’ આ જ કારણથી તે ખાવાનું ટાળું છું.ચીઝકેક પણ તેની નાપસંદ વાનગીઓમાં સામેલ છે. એક વખત ચીઝકેક બનતી જાેયા બાદ તેણે આ ડેઝર્ટ ન ખાવાનો ર્નિણય લીધો હતો. આ અનુભવ યાદ કરતાં રકુલે કહ્યું હતું કે ચીઝકેક બનાવવાની રીત જાેયાં પછી તેણે ફરી ક્યારેય તે ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી.




