અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર અંતરિક્ષથી પોલીસ ટ્રેનિંગ સુધી ભારત અને નેપાળ વચ્ચે સહયોગના નવા દ્વાર બંને દેશો આયુર્વેદ અને પરંપરાગત સારવાર પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા, સારી આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સહયોગ કરશે
ભારત અને નેપાળ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. નેપાળના વડાપ્રધાન બાલેન શાહ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં અંતરિક્ષ વિજ્ઞાન, પોલીસ તાલીમ, ફોરેન્સિક તપાસ, આરોગ્ય, આયુર્વેદ અને કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ર્નિણયો લેવામાં આવ્યા હતા.
આ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ નેપાળના પુનર્નિર્માણ અને લાંબા ગાળાના વિકાસ માટે ૨૪,૦૦૦ કરોડ નેપાળી રૂપિયાના વિકાસ સહયોગ પેકેજની જાહેરાત પણ કરી હતી. ભારત અને નેપાળ વચ્ચે થયેલા કરારો અનુસાર, ગુજરાતના ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને નેપાળ પોલીસના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન વિભાગ વચ્ચે શિક્ષણ, સંશોધન અને ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રે સહયોગ વધારવામાં આવશે. આ ઉપરાંત, ભારતની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેપાળ પોલીસ એકેડમી વચ્ચે પોલીસ અધિકારીઓને તાલીમ આપવા માટે સહયોગ સ્થાપિત થશે. બંને દેશોની તાલીમ સંસ્થાઓ નેપાળના સરકારી અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા માટે પણ સાથે મળીને કામ કરશે. ભારતની અંતરિક્ષ સંસ્થા ઇસરો અને નેપાળના સંચાર મંત્રાલય વચ્ચે દક્ષિણ એશિયા ઉપગ્રહના ઉપયોગ દ્વારા નેપાળના સંદેશાવ્યવહાર નેટવર્કને વધુ મજબૂત બનાવવાની દિશામાં સહમતી થઈ છે. બંને દેશો આયુર્વેદ અને પરંપરાગત સારવાર પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા ઉપરાંત નાગરિકોને વધુ સારી આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ સહયોગ કરશે. પશુપાલન, મત્સ્યઉદ્યોગ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે પણ ભાગીદારી વધારવામાં આવશે. નેપાળમાં સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર, ઇનોવેશન હબ અને ૈંૈં્નું ઓફશોર કેમ્પસ સ્થાપિત કરવાની દિશામાં પણ ભારત સહયોગ આપશે.
દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન શાહે અયોધ્યા અને જનકપુરધામ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન સેવાને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન અયોધ્યાથી જનકપુરધામ સુધી આશરે ૬૦૪ કિલોમીટરનું અંતર કાપશે. તેના માર્ગમાં ગોરખપુર, બસ્તી, નરકટિયાગંજ, રક્સૌલ, સીતામઢી, મધુબની અને જયનગર સહિતનાં સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ રેલવે સેવા ભારતના અયોધ્યા અને નેપાળના જનકપુર વચ્ચે ધાર્મિક પ્રવાસન તથા લોકો વચ્ચેના સંપર્કને વધુ સરળ બનાવશે. બેઠક દરમિયાન પીએમ મોદીએ બાલેન શાહના નેતૃત્વ અને નેપાળના ભવિષ્ય અંગેના તેમના વિઝનની પ્રશંસા કરી હતી. તેમણે બંને દેશોના સંબંધોને માત્ર પડોશી દેશો વચ્ચેના સંબંધો નહીં, પરંતુ સહિયારા ઇતિહાસ, સંસ્કૃતિ, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જાેડાયેલા ગણાવ્યા હતા. આ કરારોના અમલીકરણથી શિક્ષણ, સુરક્ષા, ટેક્નોલોજી, આરોગ્ય અને વેપાર સહિતના ક્ષેત્રોમાં ભારત-નેપાળ સહયોગને વધુ વેગ મળવાની અપેક્ષા છે.




