Vastu Tips: તિજોરીને ધન મૂકવાનું સ્થાન માનવામાં આવે છે. તેવામાં તિજોરી સાથે જોડાયેલા વાસ્તુ તથા જ્યોતિષ નિયમોનું પાલન કરવું જોઇએ. તેવામાં જ્યોતિષ શાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે તિજોરીમાં કેટલીક વસ્તુઓ સ્થાપિત કરવાથી ધન લાભના યોગ બને છે અને આ ઉપરાંત અન્ય ઘણા લાભ પ્રાપ્ત થાય છે. આ જ કડીમાં જ્યોતિષાચાર્ય રાધાકાંત વત્સ દ્વારા તે જાણીએ કે તિજોરીમાં સોપારી કેમ મૂકવી જોઇએ, શું છે તેનાથી મળતા લાભ અને શું છે તેને મૂકવાની રીત.
તિજોરીમાં શા કારણે મૂકવી જોઇએ સોપારી?
તિજોરીમાં ધનનું સ્થાન હોય છે એટલે કે ઘરની તિજોરી મા લક્ષ્મીનું નિવાસ માનવામાં આવે છે. તેવામાં સોપારી શ્રી ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત સોપારી ધનની સૂચક હોય છે. તેવામાં જ્યાં ઘરનું બધુ ધન એટલે કે પૈસા મૂકવામાં આવતા હોય ત્યાં સોપારી જરૂર મૂકવી જોઇએ. તે મા લક્ષ્મી સાથે શ્રી ગણેશનો વાસ દર્શાવે છે.
તિજોરીમાં આ રીતે મૂકો સોપારી?
તિજોરીમાં સોપારી મૂકવાની એક સરળ વિધિ છે. આ વિધઇને પૂરી કર્યા બાદ જ સોપારીનો શુભ પ્રભાવ તિજોરી અને તેના ધન પર પડે છે. તેના માટે 1 કે 5 સોપારી લો અને પછી તેને નાગરવેલના પાન પર મૂકો. સોપારીને લાલ ચંદન, હળદર અને અક્ષત અર્પિત કરો.
પછી સોપારીને પાન સહિત મા લક્ષ્મીને ચડાવો. તે બાદ સોપારીને પાનમાં લપેટી લો. પછી લાલ કપડા સહિત પાનને મૂકી દો. લાલ કપડામાં 7 ગાંઠ બાંધો અને તેને નાડાછડીથી બાંધો.
તિજોરીમાં સોપારી મૂકવાથી શું થશે?
તિજોરીમાં સોપારી મૂકવાથી ધન લાભ થશે. ધનમાં વૃદ્ધિ થશે. ધનનું આગમન થશે. તંગી, દેવું, વધુ ખર્ચ, અટવાયેલું ધન વગેરે ધન સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મળી જશે. મા લક્ષ્મી અને શ્રી ગણેશની કૃપા રહેશે.