જાણીતા રિસર્ચરની ચોંકાવનારી ચેતવણી ૨૦૨૭માં AI મચાવી શકે છે કોવિડ કરતાં પણ મોટી તબાહી ૨૦૩૦ સુધીમાં માનવજાત સામે ૫૦ ટકા જાેખમ હોવાનો દાવો
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આજે માનવીના જીવનનો અભિન્ન હિસ્સો બની રહ્યું છે. શિક્ષણથી લઈને આરોગ્ય, વેપાર અને રોજગાર સુધી દરેક ક્ષેત્રમાં AI નો વ્યાપ વધી રહ્યો છે. જાેકે, આ ટેક્નોલોજી જેટલી ઉપયોગી સાબિત થઈ રહી છે એટલી જ તેના જાેખમોને લઈને ચિંતા પણ વધી રહી છે. હવે AI સેફ્ટી રિસર્ચર નિકોલા જુર્કોવિકે એવી ચેતવણી આપી છે કે જાે આ ટેક્નોલોજીના વિકાસ પર સમયસર નિયંત્રણ નહીં લાવવામાં આવે તો ૨૦૨૭માં કોવિડ-૧૯ મહામારી કરતાં પણ મોટી વૈશ્વિક કટોકટી સર્જાઈ શકે છે.
નિકોલા જુર્કોવિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ‘ પર એક ઓપન લેટર દ્વારા AI ના સંભવિત જાેખમો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે AI નો વિકાસ જે ઝડપથી થઈ રહ્યો છે તેની સામે માનવીય નિયંત્રણ અને સુરક્ષાની વ્યવસ્થા પૂરતી મજબૂત નથી. તેમણે વૈશ્વિક સ્તરે કડક નિયમો અને નિયંત્રણ વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે દાવો કર્યો છે કે AI સાથે જાેડાયેલી સુરક્ષા સંબંધિત ઘટનાઓ અને ટેક્નોલોજીના વધતા પ્રભાવને ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે.
રિસર્ચરની ચેતવણી પ્રમાણે ૨૦૨૭ સુધીમાં AI ની ક્ષમતા માનવીય મગજ કરતાં પણ આગળ વધી શકે છે. જાે AI ને યોગ્ય નિયંત્રણ વિના વધુ શક્તિશાળી બનાવવામાં આવશે તો ભવિષ્યમાં માનવજાત માટે અસ્તિત્વનું સંકટ ઊભું થઈ શકે છે.
તેમણે ૨૦૩૦ના અંત સુધીમાં માનવજાત પોતાનું અસ્તિત્વ ગુમાવે અથવા AI સામે નિયંત્રણ ગુમાવે તેવી આશંકા ૫૦ ટકા સુધી વ્યક્ત કરી છે. જાેકે, આ આંકડો તેમનું વ્યક્તિગત અનુમાન છે, વૈજ્ઞાનિક સમુદાય દ્વારા પ્રમાણિત જાેખમનું મૂલ્યાંકન નથી.
AI ના વધતા પ્રભાવથી રોજગાર ક્ષેત્રમાં પણ મોટા ફેરફારો થવાની શક્યતા છે. રિસર્ચરના મતે આગામી એક દાયકામાં આજની ઘણી નોકરીઓનું અસ્તિત્વ જાેખમમાં આવી શકે છે. AI આધારિત ઓટોમેશનને કારણે અનેક ક્ષેત્રોમાં માનવીય શ્રમની જરૂરિયાત ઘટી શકે છે, જેના પરિણામે બેરોજગારી અને આર્થિક અસમાનતાનો પ્રશ્ન ગંભીર બની શકે છે. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે સુપરહ્યુમન AI ના આગમનથી વર્તમાન આર્થિક અને સામાજિક વ્યવસ્થામાં મોટાપાયે પરિવર્તન આવી શકે છે.
આ સમગ્ર ચેતવણીમાં સૌથી વધુ ચર્ચા જે બાબતની થઈ રહી છે તે છે લોકો માટે આપવામાં આવેલી કટોકટીની તૈયારીની સલાહ. નિકોલા જુર્કોવિકે પરિવારોને સંભવિત અણધારી પરિસ્થિતિનો સામનો કરવા માટે ૨થી ૩ અઠવાડિયાનું રાશન અને જરૂરી રોકડ રકમ તૈયાર રાખવાની સલાહ આપી છે. તેમના મતે ૨૦૨૭માં કોઈ ગંભીર ઘટના સર્જાય તો તેની અસર સામાન્ય જીવન અને આર્થિક વ્યવસ્થા પર પડી શકે છે.




