રાજદ્વારીને ૪૮ કલાકમાં દેશ છોડવાનો આદેશ ચિલ્ડ્રન્સ કેમ્પ પર પ્રતિબંધને લઈને ઉત્તર કોરિયાએ કાર્યવાહીને ‘ખુલ્લી દુશ્મની’ ગણાવી બંને દેશોએ ૧૯૭૪માં રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા સ્વિટ્ઝર્લેન્ડે ઉત્તર કોરિયા સાથે માનવીય અને સહયોગ સંબંધિત સંપર્ક જાળવી રાખ્યો છે
ઉત્તર કોરિયા અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં અચાનક તણાવ ઊભો થયો છે. ઉત્તર કોરિયાએ પ્યોંગયાંગ સ્થિત સ્વિટ્ઝર્લેન્ડની સહયોગ કચેરી બંધ કરવાનો આદેશ આપ્યો છે અને તેના રાજદ્વારી પ્રતિનિધિને ૪૮ કલાકની અંદર દેશ છોડવા જણાવ્યું છે. ઉત્તર કોરિયાના આ ર્નિણયનું મુખ્ય કારણ સ્વિટ્ઝર્લેન્ડ દ્વારા ઉત્તર કોરિયાના એક ચિલ્ડ્રન્સ કેમ્પ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને માનવામાં આવે છે.
સ્વિટ્ઝર્લેન્ડે વોન્સનમાં આવેલા ‘સોંગડોવોન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ કેમ્પ’ને પ્રતિબંધોની યાદીમાં સામેલ કર્યો છે. સ્વિસ અધિકારીઓનો આરોપ છે કે રશિયાના કબજા હેઠળના યુક્રેનિયન વિસ્તારોમાંથી બાળકોને ઉત્તર કોરિયા લાવવા માટે આ કેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રશિયા-યુક્રેન યુદ્ધ સાથે જાેડાયેલા આ મુદ્દે યુરોપિયન યુનિયન અને બ્રિટન પણ અગાઉ પ્રતિબંધાત્મક પગલાં લઈ ચૂક્યા છે. જાેકે, ઉત્તર કોરિયાએ આ આરોપોને નકારી કાઢ્યા છે.
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે પ્યોંગયાંગમાં સ્વિસ કચેરીના પ્રમુખ સિલ્વેન એસ્ટિયરને બોલાવીને સત્તાવાર મેમો સોંપ્યો હતો. તેમાં કચેરી બંધ કરવા અને ૪૮ કલાકમાં દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.ઉત્તર કોરિયાએ સ્વિસ પ્રતિનિધિને ‘પર્સોના નોન ગ્રાટા’ જાહેર કર્યા છે. તેનો અર્થ છે કે યજમાન દેશ હવે સંબંધિત રાજદ્વારીને પોતાના દેશમાં સ્વીકારવા તૈયાર નથી. ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સીએ સ્વિટ્ઝર્લેન્ડના ર્નિણયને પોતાની સાર્વભૌમત્વ અને નાગરિકોના હિતો વિરુદ્ધનું પગલું ગણાવ્યું છે.
આ ર્નિણય ખાસ મહત્વનો છે કારણ કે બંને દેશો વચ્ચે તાજેતરમાં જ રાજદ્વારી સંપર્ક સુધારવાના પ્રયાસો થયા હતા. ઓક્ટોબર ૨૦૨૬માં છ વર્ષના વિરામ બાદ પ્યોંગયાંગમાં સ્વિટ્ઝર્લેન્ડની સહયોગ કચેરી ફરી ખોલવામાં આવી હતી.
બંને દેશોએ ૧૯૭૪માં રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા. સ્વિટ્ઝર્લેન્ડે ઉત્તર કોરિયા સાથે માનવીય અને સહયોગ સંબંધિત સંપર્ક જાળવી રાખ્યો છે.
સ્વિસ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઉત્તર કોરિયા સાથે વાતચીત જાળવી રાખવી અને પ્રતિબંધોનો અમલ કરવો એ બે અલગ બાબતો છે. સ્વિટ્ઝર્લેન્ડે સ્પષ્ટ કર્યું છે કે પ્યોંગયાંગમાં કચેરી ફરી ખોલવાનો અર્થ એ નથી કે તે સંયુક્ત રાષ્ટ્ર અથવા યુક્રેન યુદ્ધ સંબંધિત યુરોપિયન પ્રતિબંધોને અમલમાં મૂકવાનું બંધ કરશે.




