Vastu Tips: ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે આપણે તમામ પ્રકારના પ્રયાસ કરીએ છીએ. ક્યારે મુખ્ય દરવાજા પર ખાસ પ્રકારના છોડ લગાવી છીએ તો ક્યારે ખાસ પ્રકારની વસ્તુઓ ઘરમાં સજાવીએ છીએ. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં એક્વેરિયમ રાખવું શુભ માનવામાં આવે છે.
વાસ્તુ અનુસાર, જો આપના ઘરમાં એક્વેરિયમ રાખીએ છીએ તો એ અપાર સુખ અને સમૃદ્ધી લઇને આવે છે. એક્વેરિયમ એક કાચનું પાત્ર હોય છે. જેમા ઘણી બધી માછલીઓ રાખવામાં આવે છે. વાસ્તુ અનુસાર, રંગબેરંગી માછલીઓને જોવી સારો અનુભવ આપે છે. તેના ઘણા ફાયદા છે.
વધે છે સમૃદ્ધિ
ઘરમાં એક્વેરિયમ રાખવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. વાસ્તુશાસ્ત્રનો અહીં એવો તર્ક છે કે એક્વેરિયમથી ઘરમાં સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.
ઘટે છે માનસિક તણાવ
વાસ્તુ અનુસાર, ઘરમાં રાખવામાં આવેલા એક્વેરિયમ પાસે થોડો સમય વિતાવવાથી માનસિક તણાવ ઓછો થઇ જાય છે. જો કોઇ વ્યક્તિ અવસાદમાં રહે છે અને એક્વેરિયમમાં માછલીઓની ગતિશીલતા જુએ છે તો તેનો બધો જ તણાવ દૂર થઇ જાય છે.
નથી થતી ધનની અછત
વાસ્તુ શાસ્ત્ર મુજબ માછલી પાળવાથી દેવી લક્ષ્મી અંત્યત પ્રસન્ન થાય છે. જાતકને ધન વૃદ્ધિના આશીર્વાદ આપે છે. આ ઉપરાંત માછલીઓની સારી રીતે દેખરેખવ રાખવાથી માં લક્ષ્મી જાતકને હંમેશા ધન-ધાન્યથી પરીપૂર્ણ રાખે છે.
દિશાનો રાખો ખ્યાલ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ધનની વૃદ્ધિ માટે જ્યારે પણ એક્વેરિયમ લાવો તો દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. તેને દક્ષિણ દિશામાં ક્યારેય ન રાખવું જોઇએ. તેને પૂર્વ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશીમાં લગાવવું જોઇએ. ક્યારેય કોઇ રૂમમાં વચ્ચે ન રાખવું જોઇએ.
9 નો આંક છે શુભ
એક્વેરિયમમાં જ્યારે પણ માછલીઓ રાખવામાં આવે તો તેની સંખ્યાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. હંમેશા 9 ની સંખ્યામાં માછલી રાખવી જોઇએ. તે ઘરમાં શુભ સંદેશ લાવે છે. ઉપરાંત 8 માછલીઓ સાથે એક કાળા રંગની માછલી રાખવી શુભ ગણાય છે.