Astrology News: વાસ્તુ શાસ્ત્રમાં માત્ર ઘરના એક હિસ્સા વિશે જ નહી પરંતુ રોજબરોજના જીવનમાં થતી કામગીરીઓ વિશે જણાવવામાં આવ્યું છે. જમતી વખતે ભૂલ કરવાનો સંબંધ પણ વાસ્તુ સાથે છે.
દેવી લક્ષ્મી થશે નારાજ
જમવાનુ બનાવવાથી લઇને જમતી વખતે કેટલીક ભૂલો કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. લક્ષ્મી દેવી નારાજ થઇ જાય છે અને આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે.
જમતી વખતે ન કરો આ ભૂલો
પૂર્વની દિશાને દેવી દેવતાઓની દિશા માનવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર હંમેશા પૂર્વ તરફ મોઢુ કરીને જ જમવુ જોઇએ. પૂર્વ સિવાય ઉત્તર દિશા તરફ મોઢુ રાખીને પણ ભોજન કરવાથી બિમારીઓ તમારી આસપાસ નહી ભટકે.
ભોજનને અન્નપૂર્ણા માનવામાં આવે છે માટે હંમેશા પ્રયત્ન કરો કે સ્નાન કરીને જ ભોજન ગ્રહણ કરો. હાથ પગ અને મોઢુ ધોઇને જ ભોજન કરો જેનાથી તમારી આયુ વધે છે.
જો રસોડામાં કોઇ વાસણ, પ્લેટ કે વાટકી તૂટી ગઇ હોય તો તેને તરત જ રસોડાની બહાર ફેંકી દો. તૂટેલા વાસણોમાં ભોજન કરવાથીજીવનમાં દુર્ભાગ્ય આવવાની આશંકા રહે છે.
જેટલી ભૂખ હોય એટલુ ભોજન જ પ્લેટમાં લો અને તેને ડસ્ટબિનમાં ન ફેંકો. આવુ કરવાથી ભોજનનુ અપમાન માનવામાં આવે છે. સાથે જ ક્યારેય ગુસ્સામાં ભોજન ન કરવુ અને ના ગુસ્સામાં ભોજન છોડીને જવુ જોઇએ.
રસોડાથી જોડાયેલી બાબતોનું રાખો ધ્યાન
- દક્ષિણ-પૂર્વ દિશાને આગ્નેય કોણ કહેવામાં આવે છે. આ દિશામાં જ તમારુ કિચન હોવુ જોઇએ. જેનાથી તમારા ઘરમાં સકારાત્મકતા બની રહે છે.
- વાસ્તુ અનુસાર જમવાનુ બનાવતી વખતે મોઢુ પૂર્વ દિશા તરફ રાખવુ જોઇએ, તેને શુભ માનવામાં આવ્યુ છે.
- વાસ્તુ અનુસાર બનેલા રસોડામાં રાંધેલુ ભોજન સંપૂર્ણ પરિવાર માટે સારી હેલ્થ અને સૌભાગ્ય લઇને આવે છે.
- રાંધી લીધા બાદ ગેસને ક્યારેય ગંદો ન મૂકવો જોઇએ. સૂતા પહેલા રસોડુ અને ગેસ બંને સાફ કરી લેવા જોઇએ.