Supreme Court: સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો જેમાં રાજ્ય સરકારને ધોરણ 5, 8, 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાઓ ચાલુ રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત, સર્વોચ્ચ અદાલતે આ બોર્ડ પરીક્ષાઓના પરિણામ જાહેર કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
કર્ણાટક સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે
જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિથલની ખંડપીઠે જણાવ્યું હતું કે હાઈકોર્ટનો આદેશ પ્રાથમિક દૃષ્ટિએ રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઆઈ) એક્ટ મુજબ જણાતો નથી.
કર્ણાટક સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે અને વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સ્કૂલ મેનેજમેન્ટને મુશ્કેલીમાં મુકવા પર તત્પર છે. રાજ્ય સરકારને નોટિસ પાઠવીને બે સપ્તાહમાં જવાબ દાખલ કરવા આદેશ કર્યો છે.
હાઈકોર્ટના 22 માર્ચના નિર્ણયને પડકારતી અપીલ પર બેન્ચે આ આદેશ આપ્યો હતો
હાઈકોર્ટના 22 માર્ચના નિર્ણયને પડકારતી અપીલ પર બેન્ચે આ આદેશ આપ્યો હતો. કર્ણાટક સરકારે 6 અને 9 ઓક્ટોબર, 2023 ના રોજ બે આદેશો જારી કર્યા હતા, જેમાં કર્ણાટક શાળા પરીક્ષા અને મૂલ્યાંકન બોર્ડને ‘સમ્મેટિવ એસેસમેન્ટ-2’ પરીક્ષા આયોજિત કરવા સક્ષમ અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. આ નિર્ણયને પ્રાઈવેટ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટની સિંગલ બેન્ચે સરકારી નોટિફિકેશનને રદ્દ કરી દીધું હતું, પરંતુ ડિવિઝન બેન્ચમાં અપીલ બાદ સિંગલ બેન્ચના નિર્ણય પર સ્ટે મૂકવામાં આવ્યો હતો.