Astrology News: જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ઘરનો મુખ્ય દ્વાર ઉર્જાઓનો સ્ત્રોત હોય છે. આપણે જેવી રીતે આપણા ઘરના મુખ્ય દ્વારને રાખીએ છીએ એવી જ ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરે છે. તેવામાં ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલા નિયમોનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. જો તમે ઘરના મુખ્ય દ્વાર પર કેટલાંક શુભ ચિહ્ન બનાવશો તો તેનો ઘર અને ઘરના સભ્યો પર શુભ પ્રભાવ પડશે. જો કે, દરેક ચિહ્નનો પ્રભાવ અલગ-અલગ રૂપે જોવા મળે છે. આ જ કડીમાં જાણીશું કે ઘરના મુખ્ય દ્વાર પર શ્રી લખવાથી શું થાય છે.
હિન્દુ ધર્મ ગ્રંથો અને જ્યોતિષ શાસ્ત્રમાં શ્રીનો અર્થ મા લક્ષ્મી સાથે સંબંધિત છે. આ ઉપરાંત શ્રીનો અર્થ છે ધન-સંપત્તિ, વૈભવ, ઐશ્વર્ય વગેરે. તેવામાં ઘરના મુખ્ય દ્વાર પર શ્રી લખવા અથવા શ્રીનું ચિહ્ન બનાવવાથી ઘરમાં મા લક્ષ્મીનું આગમન થાય છે.
ઘરની આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે. ઘરમાં જો ધન સંબંધિત કોઇપણ સમસ્યા હોય તો તે પણ દૂર થઇ જાય છે. તંગી, દેવુ, વધુ ખર્ચ, ધન હાનિ વગેરેથી છૂટકારો મળી જાય છે. આ ઉપરાંત ધનમાં વૃદ્ધિ થાય છે અને લાભના યોગ પણ બને છે.
ઘરના મુખ્ય દ્વાર પર શ્રી લખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. સકારાત્મકતા ઘરમાં પ્રવેશ કરે છે. સાથે જ રાહુનો દુષ્પ્રભાવ પણ દૂર થાય છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં ઘરના ઉંબરે રાહુનો વાસ હોવાનું માનવામાં આવે છે.
ઘરના મુખ્ય દ્વાર પર શ્રી લખવાથી ઘરમાં ભગવાન વિષ્ણુની કૃપા રહે છે કારણ કે જ્યાં લક્ષ્મીનો વાસ હોય ત્યાં શ્રી હરિ આપોઆપ પહોંચી જાય છે. આ ઉપરાંત, ઘરના મુખ્ય દ્વાર પર શ્રી લખવાથી નોકરી અને વેપારમાં પણ સફળતા મળે છે.
આ ચિહ્નો પણ ઘરમાં લાવશે બરકત
સ્વસ્તિક પ્રતીક
હિંદુ ધર્મમાં સ્વસ્તિક ચિન્હને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે ઘરના મુખ્ય દ્વાર પર ચોક્કસપણે બનાવવામાં આવે છે. કહેવાય છે કે સ્વસ્તિક ચિન્હ બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને આર્થિક લાભ થવાની શક્યતાઓ રહે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે સ્વસ્તિક પ્રતીક હંમેશા કંકુ અથવા હળદરથી બનાવવું જોઈએ. આ બધા શુભ ફળ આપે છે.
ઓમનું પ્રતીક
ઘણીવાર લોકો પોતાના ઘરના મુખ્ય દ્વાર પર ઓમનું પ્રતીક બનાવે છે અને તેને શુભ માનવામાં આવે છે. હિંદુ ધર્મ અનુસાર ઓમ સૌથી પવિત્ર શબ્દ છે. આને બનાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને આ એક એવો શબ્દ છે જે મનને શાંત રાખવામાં પણ મદદ કરે છે. ઓમનો જાપ કરવાથી આસપાસનું વાતાવરણ શાંત થાય છે અને તણાવથી રાહત મળે છે. વાસ્તુ અનુસાર ઓમનું પ્રતીક બનાવવા માટે હળદર અને કુમકુમનો ઉપયોગ કરવો જોઈએ.
શ્રી ગણેશનું ચિહ્ન
હિંદુ ધર્મમાં શ્રી ગણેશનું પ્રતીક પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે ગણેશને પ્રથમ પૂજનીયનો દરજ્જો આપવામાં આવ્યો છે અને કોઈપણ શુભ કાર્ય પહેલા તેમની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે અને ઘરના મુખ્ય દરવાજા પર શ્રી ગણેશનું પ્રતિક લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. આ પ્રતીકને ગુલાલ, હળદર, ચોખાની પેસ્ટ અને કુમકુમથી બનાવવામાં આવે છે.
શુભ-લાભનું ચિહ્ન
જો તમે ઈચ્છો છો કે તમારા ઘર પર કોઈની ખરાબ નજર ન પડે અને હંમેશા સુખ-સમૃદ્ધિ રહે, તો મુખ્ય દ્વાર પર શુભ-લાભનું ચિન્હ લગાવો. સામાન્ય રીતે આ ચિહ્ન કોઈપણ તહેવાર કે લગ્ન પ્રસંગે બનાવવામાં આવે છે.