IPL 2024: દર વર્ષે આઈપીએલની રમત હોય છે અને દર વર્ષે આ રમતના વધતા ઉત્તેજના વચ્ચે ઘણા લોકો પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીનો આરોપ લાગે છે. આ વખતે પણ આઈપીએલ શરૂ થઈ છે અને તેની સાથે સટ્ટાબાજી પણ થઈ રહી છે. હૈદરાબાદની સાયબરાબાદ પોલીસે ચાર બુકીઓની ધરપકડ સાથે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
સાયબરાબાદ પોલીસે આરોપી વ્યક્તિઓના કબજામાંથી ₹40 લાખ પણ જપ્ત
પોલીસને માહિતી મળી હતી કે હૈદરાબાદના મિયાપુર પોલીસ સ્ટેશનની હદમાં માતૃશ્રી નગરના એક એપાર્ટમેન્ટમાં IPL 2024 પર સટ્ટો રમાઈ રહ્યો છે. આ પછી, પોલીસે દરોડો પાડ્યો અને ગેંગને પકડી પાડી. સાયબરાબાદ પોલીસે આરોપી વ્યક્તિઓના કબજામાંથી ₹40 લાખ પણ જપ્ત કર્યા, ઉપરાંત ₹3.57 લાખના મૂલ્યના પાંચ બેંક ખાતા ફ્રીઝ કર્યા.
ઓનલાઈન એપ દ્વારા સટ્ટો રમાડતા હતા
ધરપકડ કરાયેલા લોકોની ઓળખ અલુરુ ત્રિનાડ, મનમ રાજેશ, બોલે સ્વામી અને માર્પેન્ના ગણપતિ રાવ તરીકે કરવામાં આવી છે. આ તમામ આરોપીઓએ ક્રિકેટ લાઈવ ગુરુ અને લકી ઓનલાઈન એપ્સ દ્વારા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ચાલી રહેલી મેચો પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડ્યો હતો.