
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ અંતરાલ પછી પોતાની રાશિ બદલી નાખે છે. આ પરિવર્તનની અસર કેટલાક માટે સકારાત્મક અને અન્ય માટે નકારાત્મક છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર સુખ-સુવિધાઓ અને વૈભવી વસ્તુઓ આપનાર શુક્ર પણ ટૂંક સમયમાં પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. શુક્રની ચાલમાં પરિવર્તન કેટલાક માટે શુભ અને કેટલાક માટે અશુભ રહેશે.
શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે
જાણકારી માટે તમને જણાવી દઈએ કે 13 ઓક્ટોબરે સવારે 5:49 કલાકે શુક્ર તુલા રાશિ છોડીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન તમામ રાશિઓ પર અસર કરશે. તેની અસર 3 રાશિઓ માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ 3 રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. આવો જાણીએ આ 3 રાશિઓ વિશે…