
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવનું વિશેષ સ્થાન છે. સૂર્ય દેવને બધા ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. સૂર્ય દેવ દર મહિને એક વાર પોતાની રાશિ બદલે છે. એપ્રિલ મહિનામાં, સૂર્ય દેવ 14 તારીખે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ દિવસે સૂર્ય દેવ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ સાથે, કેટલીક રાશિના લોકો માટે સારા સમયની શરૂઆત થશે. ચાલો જાણીએ, કઈ રાશિના જાતકો માટે સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ શુભ રહેશે…
મેષ: ધાર્મિક કાર્યોમાં રસ વધશે. વાણીમાં સૌમ્યતા રહેશે. વિવાહિત જીવનમાં ખુશીઓ રહેશે. તમારું મન આધ્યાત્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે. નોકરી અને વ્યવસાયમાં તમને ઇચ્છિત સફળતા મળશે. સમય સારો રહેશે.