
અક્ષય તૃતીયાને અખા તીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા ૩૦ એપ્રિલ ૨૦૨૫, બુધવારના રોજ છે. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કોઈપણ નવું કાર્ય શરૂ કરવાથી અને સોનું-ચાંદી ખરીદવાથી ઘરમાં શુભતા આવે છે.
તૃતીયા તિથિ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે: હિન્દુ કેલેન્ડર મુજબ, તૃતીયા તિથિ 29 એપ્રિલ 2025 ના રોજ સાંજે 05:31 વાગ્યે શરૂ થશે અને 30 એપ્રિલ 2025 ના રોજ બપોરે 02:12 વાગ્યે સમાપ્ત થશે.
અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનું શુભ ચોઘડિયા મુહૂર્તઃ
સવારનો મુહૂર્ત (શુભ) – સવારે ૧૦:૩૯ થી બપોરે ૧૨:૧૮
સવારના મુહૂર્ત (લાભ, અમૃત) – 05:41 AM થી 09:00 AM
અક્ષય તૃતીયા પર શુભ ચોઘડિયા મુહૂર્ત રચાશે-
લાભો – પ્રગતિ: સવારે ૦૫:૪૧ થી સવારે ૦૭:૨૧
અમૃત – શ્રેષ્ઠ સમય: સવારે ૦૭:૨૧ થી સવારે ૦૯:૦૦